ચિંતા ન કરશો ! તમારું એકલાનું જ નથી Facebook ડાઉન; સમગ્ર દુનિયામાં છે તકલીફ, કંપનીએ કહ્યું ‘આ કોઇ હેકર્સ અટેક નથી’

|

Mar 14, 2019 | 2:37 AM

લોકો માટે સૌથી મહત્વનું બની રહેલી ફેસબુક સોશ્યિલ મીડિયા સાઇટ સમગ્ર દુનિયામાં ડાઉન ચાલી રહી છે. આ દરમિયાન ઘણાં લોકોએ ફેસબુક પર ન તો લાઇક મેળવી શકતાં હતા ન તો કોમેન્ટ કરી શકતાં હતા. એટલું જ નહીં ફેસબુક પર કોઇ પોસ્ટ પણ થઈ શકતી ન હતી. ગઇકાલે રાત્રે 9.30 કલાકથી ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ થઈ […]

ચિંતા ન કરશો ! તમારું એકલાનું જ નથી Facebook ડાઉન; સમગ્ર દુનિયામાં છે તકલીફ, કંપનીએ કહ્યું આ કોઇ હેકર્સ અટેક નથી

Follow us on

લોકો માટે સૌથી મહત્વનું બની રહેલી ફેસબુક સોશ્યિલ મીડિયા સાઇટ સમગ્ર દુનિયામાં ડાઉન ચાલી રહી છે. આ દરમિયાન ઘણાં લોકોએ ફેસબુક પર ન તો લાઇક મેળવી શકતાં હતા ન તો કોમેન્ટ કરી શકતાં હતા. એટલું જ નહીં ફેસબુક પર કોઇ પોસ્ટ પણ થઈ શકતી ન હતી.

ગઇકાલે રાત્રે 9.30 કલાકથી ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ થઈ રહી હતી. કેટલાંક યુઝર્સે એવી પણ ફરિયાદ કરી છે કે તેઓ પોસ્ટ પર ઇમોજી મોકલી શકતાં નથી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સમગ્ર દુનિયામાં ખામી સામે આવતાં ફેસબુકના ટેક્નીકલ ગ્લીચ અંગે ટ્વિટર પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે ટૂંક સમયમાં ફરી પાછા આવવાના પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આ કોઇ હેકર્સનો હુમલો નથી. અત્રે નોંધનીય છે કે, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકની હેઠળ જ આવતી કંપનીઓ છે.

આ પણ વાંચો : ગુજરાતનો પ્રથમ કિસ્સો, માતા-પિતાએ 22 વર્ષની અસાધ્ય બિમારીથી પિડાતી પથારીવશ દીકરી માટે હાઈકોર્ટમાં કરી ઈચ્છામૃત્યુની માગ

આ પછી લોકોએ એવી પણ ફરિયાદ કરી કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને ડાઉન છે. જે પછી લોકોએ ફેસબુક અંગે ટ્વિટર પર મજાક કરવાનું ચાલું કર્યું હતું.

ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ વેબસાઇટ અને એપ બંને પર જોવા મળી રહી હતી. જો કે કંપનીએ કહ્યું હતું કે, થોડાં સમયમાં નોર્મલ થઈ જશે પરંતુ કેટલાંક યુઝર્સનું ફેસબુક હજી પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:36 am, Thu, 14 March 19

Next Article