
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાખો યુઝર્સની સુરક્ષા જોખમમાં છે. તાજેતરમાં સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે ડેટા લીક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 1 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે. આ પહેલીવાર નથી કે જ્યારે ફેસબુક ડેટા લીકના સમાચાર સામે આવ્યા હોય આ પહેલા પણ ઘણી વખત આવા સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હી સ્થિત બિન-લાભકારી સંસ્થા CyberPeaceની ટીમે આ શોધ કરી છે. CyberPeace અનુસાર લીક થયેલા ડેટામાં ફેસબુક યુઝર્સની કેટલીક મહત્વપૂર્ણ માહિતી લીક થઈ છે, જેમાં તેમનું પૂરું નામ, ઈમેલ, પ્રોફાઈલ ડિટેલ્સ, યુઝર્સના લોકેશન અને તેમના ફોન નંબરનો સમાવેશ થાય છે. ડેટા લીક થવાની સાથે સાથે એવો પણ ડર છે કે જે યુઝર્સનો ડેટા લીક થયો છે તેમના પર ફિશિંગ એટેક થઈ શકે છે.
હાલમાં એ જાણી શકાયું નથી કે કોણે ફેસબુક ડેટાનો લીક કર્યો છે. CyberPeaceનું કહેવું છે કે હાલમાં આ મામલે ફેસબુક કે ફેસબુકની પેરન્ટ કંપની મેટા તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
સાયબરપીસ કંપનીનું કહેવું છે કે ડેટા લીક પાછળ હેકટીવીસ્ટ સાયબર ક્રિમિનલ ગ્રુપનો હાથ છે કે કેમ તે શોધવા માટે ડેટા બ્રીચની તપાસ કરવામાં આવી રહી છે. સંશોધકોનું કહેવું છે કે જે રીતે ફેસબુકનો ડેટા લીક થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. ડેટા સિક્યુરિટીમાં ભંગ થવાથી કંપનીની ઈમેજ પર અસર થઈ રહી છે.
તમે તમારા Facebook એકાઉન્ટની પ્રાઈનસીને મજબૂત કરવા માટે સેટિંગ્સમાં મળેલા ટુ-સ્ટેપ વેરિફિકેશન વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારી પ્રોફાઇલમાં સેટિંગ્સને અપડેટ કરો કે તમારી પ્રોફાઇલ, પોસ્ટ્સ કોણ જોઈ શકે અને તમને પોસ્ટમાં કોણ ટેગ કરી શકે છે.
તમારા Facebook એકાઉન્ટ માટે એક મજબૂત પાસવર્ડ બનાવો જેમાં અક્ષરો, સંખ્યાઓ અને ચિહ્નો વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ફેસબુક પર તમારી પ્રાઈવસી સેટિંગ ચેક કરો અને તે મુજબ સેટિંગ અપડેટ કરો.