હવે X (ટ્વિટર) એપથી મોકલી શકાશે પૈસા, એલોન મસ્કે લોન્ચ કરી ‘X Money’ ડિજિટલ બૅન્કિંગ સર્વિસ

એલોન મસ્કે X (ટ્વિટર) પર 'X Money' નામથી ડિજિટલ પેમેન્ટ અને બૅન્કિંગ સર્વિસ શરૂ કરી છે. આના દ્વારા યુઝર્સ મની ટ્રાન્સફર, બિલ ચુકવણી અને વિઝા ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ મેળવી શકશે.

હવે X (ટ્વિટર) એપથી મોકલી શકાશે પૈસા, એલોન મસ્કે લોન્ચ કરી X Money ડિજિટલ બૅન્કિંગ સર્વિસ
| Updated on: Jul 28, 2026 | 8:04 PM

એલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ને સુપર એપ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કંપનીએ X Money નામે નવી ડિજિટલ પેમેન્ટ અને બૅન્કિંગ સર્વિસ લોન્ચ કરી છે. આના દ્વારા યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરવા, બિલ ભરવા, વિઝા ડેબિટ કાર્ડ વાપરવા અને અન્ય ઘણી બૅન્કિંગ સુવિધાઓનો લાભ સીધો X એપ પર જ મેળવી શકશે. હાલમાં આ સેવા અમેરિકામાં X Premium અને Premium Plus સબસ્ક્રાઇબર્સ માટે શરૂ કરવામાં આવી છે.

શું છે X Money?

X Money એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ની અંદર જ મોજૂદ એક ડિજિટલ બૅન્કિંગ અને પેમેન્ટ સર્વિસ છે. આનો ઉદ્દેશ્ય સોશિયલ નેટવર્કિંગ, ડિજિટલ પેમેન્ટ અને રોજિંદી બૅન્કિંગ સેવાઓને એક જ એપમાં ઉપલબ્ધ કરાવવાનો છે. આ સર્વિસ હેઠળ યુઝર્સને ડિપોઝિટ એકાઉન્ટ, પીઅર-ટુ-પીઅર પેમેન્ટ, ડાયરેક્ટ ડિપોઝિટ અને વિઝા ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ મળશે. આ સિવાય યુઝર્સ કોઈપણ ટ્રાન્સફર ફી વગર બીજા X યુઝર્સને પૈસા મોકલી શકશે. બિલ પેમેન્ટ, વાયર ટ્રાન્સફર અને ફિઝિકલ ચેક મોકલવા જેવી સુવિધાઓ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે તેના મેટલ ફિનિશવાળા વિઝા ડેબિટ કાર્ડ પર યુઝરનું X હેન્ડલ પણ હશે. સાથે જ 3 ટકા કેશબેક અને જમા રકમ પર વાર્ષિક 6.00 ટકા સુધી વ્યાજ (APY) મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ રીતે કરશે કામ, સુરક્ષાનું પણ રખાયું ખાસ ધ્યાન

X Money પોતે બેંક તરીકે કામ કરતું નથી. યુઝર્સની જમા રકમ ન્યૂ જર્સી સ્થિત રેગ્યુલેટેડ બેંક ‘ક્રોસ રિવર બેંક’ (Cross River Bank) માં રાખવામાં આવશે. આ બેંક ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ના દાયરામાં આવે છે, જે હેઠળ પાત્ર જમા રકમ પર પ્રતિ ડિપોઝિટર 2,50,000 ડોલર સુધીનો વીમો મળશે. X કેશ સ્વીપ પ્રોગ્રામ દ્વારા ગ્રાહકોની રકમને અનેક પાર્ટનર બેંકોમાં વહેંચે છે. ફાસ્ટ મની ટ્રાન્સફર માટે તેમાં વિઝા ડાયરેક્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ વચ્ચે ઝડપથી વ્યવહારો થઈ શકશે. સુરક્ષા માટે તેમાં પાસવર્ડની જગ્યાએ પાસકી (Passkey) નું સપોર્ટ આપવામાં આવ્યું છે, જેનાથી ફિંગરપ્રિન્ટ, ફેસ રિકગ્નિશન કે ડિવાઇસ પીન દ્વારા લોગિન કરી શકાશે. આ સિવાય ટ્રાન્ઝેક્શન લિમિટ અને પસંદગીના પેમેન્ટ્સ માટે વેરિફિકેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

ભારતમાં ક્યારે આવશે X Money?

હાલમાં X Money માત્ર અમેરિકામાં X Premium અને Premium Plus સબસ્ક્રાઇબર્સ માટે જારી કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કંપનીએ ભારતમાં તેના લોન્ચિંગની પુષ્ટિ કરી નથી, જોકે એલોન મસ્કે તેને વિશ્વના અન્ય બજારોમાં પણ લાવવાની યોજના હોવાની માહિતી આપી છે. જો ભવિષ્યમાં આ સેવા ભારતમાં શરૂ થાય છે, તો તેની સ્પર્ધા ગુગલ પે, વોટ્સએપ પેમેન્ટ્સ, ફોનપે અને આવી જ બીજી ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટ સેવાઓ સાથે થશે. હાલમાં ભારતમાં તેના લોન્ચિંગની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

હવે ChatGPT વાંચશે તમારી મેડિકલ રિપોર્ટ! એરિયા અને એપલ હેલ્થથી મળશે પર્સનલ હેલ્થ સપોર્ટ

Follow Us