Earthquake Alert: ફોનમાં ઝડપથી કરો આ સેટિંગ, ભૂકંપ આવ્યા પહેલા જ મળી જશે એલર્ટ

ગૂગલની નવી સિસ્ટમ લોન્ચ થયા બાદ સ્માર્ટફોન પર ભૂકંપની ચેતવણી મળશે. આ તમને ભૂકંપથી તમારું જીવન બચાવવાની તક આપે છે અને તમે ભૂકંપની જાણકારી પહેલે જ મળી જતા સાવચેતીના પગલા લઈ શકો છો.

Earthquake Alert: ફોનમાં ઝડપથી કરો આ સેટિંગ, ભૂકંપ આવ્યા પહેલા જ મળી જશે એલર્ટ
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:26 PM

Earthquake: આજે સાંજે દિલ્હી-NCRમાં (Delhi NCR) ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ જેવા શહેરો સહિત દિલ્હીના લોકો પોતાનો જીવ બચાવવા પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી પડ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. જો તમને ભૂકંપ આવે તે પહેલા જ તેની ચેતવણી મળી જાય તો? તમને જણાવી દઈએ કે ગૂગલ એન્ડ્રોઈડ ફોન પર ભૂકંપના એલર્ટ મોકલે છે. હાલમાં જ અમેરિકન કંપનીએ ભારતમાં ભૂકંપ એલર્ટ સિસ્ટમનું ટ્રાયલ પણ હાથ ધર્યું હતુ.

ગૂગલની નવી સિસ્ટમ લોન્ચ થયા બાદ સ્માર્ટફોન પર ભૂકંપની ચેતવણી મળશે. આ તમને ભૂકંપથી તમારું જીવન બચાવવાની તક આપે છે અને તમે ભૂકંપની જાણકારી પહેલે જ મળી જતા સાવચેતીના પગલા લઈ શકો છો. જો કે હાલમાં ભારતમાં આ સિસ્ટમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો તમે પણ તમારા ફોનમાં ભૂકંપનું એલર્ટ મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલાક સેટિંગ્સ કરવા પડશે. આ પછી, તમારા ફોન પર ભૂકંપનું એલર્ટ પણ દેખાઈ શકે છે.

આ પણ વાંચો: Tech Features: 10 વર્ષ જૂના આ ફીચર્સ બંધ કરશે ગૂગલ, જાણો તેનું મહત્વ

કેવી રીતે મળે છે એલર્ટ?

એન્ડ્રોઈડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ ઘણા દેશોમાં પહેલેથી જ કામ કરી રહી છે. આ દેશોમાં ભૂકંપ આવે તે પહેલા એલર્ટ આપવામાં આવે છે. ભારતમાં પણ આ સિસ્ટમ લાવવા માટે Google નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતમાં પણ ટૂંક સમયમાં એલર્ટ મળવાનું શરૂ થશે.

ફોન પર આ રીતે મેળવો એલર્ટ

Googleની એલર્ટ સિસ્ટમ તમારા ફોનના સેન્સર્સનો ઉપયોગ કરે છે. તે સિસ્મોગ્રાફ તરીકે ફોનના એક્સીલેરોમીટરનો ઉપયોગ કરે છે. આ રીતે તમારો ફોન એક નાનો ભૂકંપ ડિટેક્ટર બની જાય છે અને તમને એલર્ટ મળે છે.

તમારા ફોનમાં Googleની ભૂકંપનું એલર્ટ મેળવવા માટે સેટિંગ્સમાં કરો આ ફેરફાર

  1. તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાઓ.
  2. અહીં લોકેશન વિકલ્પ પસંદ કરો.
  3. હવે ભૂકંપ એલર્ટ પર જાઓ.
  4. આ વિકલ્પ પર એક ટૉગલ હશે, તેને ઓન કરો.
  5. ત્યારબાદ તમને તમારા ફોન પર પણ ભૂકંપનું એલર્ટ મળવાનું શરૂ થશે.

ધ્યાનમાં રાખો કે Googleની એલર્ટ સિસ્ટમ હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં છે. Google માત્ર 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ માટે એલર્ટ મોકલે છે. કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં આ સિસ્ટમ કામ કરતી નથી.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો