
રાત્રે સૂતા પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકવો અને સવારે ઊઠીને 100% બેટરી સાથે તેનો ઉપયોગ કરવો… મોટાભાગના લોકોની રોજિંદી આદત છે. હવે સવાલ એ છે કે, શું આખી રાત ચાર્જરમાં રહેલો ફોન ખરેખર બગડી જાય છે? શું 100% ચાર્જ થયા પછી પણ ફોન વીજળી ખેંચતો રહે છે અને તેનાથી બેટરી ફાટવા કે ખરાબ થવાનો ખતરો રહે છે?
જો તમે પણ આખી રાત ફોન ચાર્જિંગમાં છોડી દો છો, તો ગભરાવાની જરૂર નથી. આજના સ્માર્ટફોનમાં એવી સિસ્ટમ હોય છે, જે બેટરીને જરૂર કરતાં વધુ ચાર્જ થવાથી બચાવે છે. હવે આનો અર્થ એ નથી કે, ચાર્જિંગની દરેક આદત બેટરી માટે સારી હોય છે.
આજકાલ સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે. તેમાં ચાર્જિંગને નિયંત્રિત કરવા માટે બિલ્ટ-ઇન સિસ્ટમ હોય છે. ફોનની બેટરી જેવી 100% સુધી પહોંચે છે, ફોન ચાર્જિંગને નિયંત્રિત કરે છે અથવા બંધ કરી દે છે. આવી સ્થિતિમાં ફોનને આખી રાત ચાર્જરમાં લગાવી રાખવાથી સામાન્ય રીતે ઓવરચાર્જિંગ થતું નથી.
જો કે, બેટરીનું 100% ચાર્જ પર લાંબા સમય સુધી રહેવું તેની ઉમર પર ધીમે-ધીમે અસર કરી શકે છે. ફોન સમયાંતરે બેટરી લેવલ જાળવી રાખવા માટે ફરીથી ચાર્જિંગ શરૂ પણ કરી શકે છે.
ફોનની બેટરી એક દિવસ આખી રાત ચાર્જ કરવાથી બગડતી નથી પરંતુ કેટલીક આદતો સમય જતાં બેટરી હેલ્થ ઘટાડી શકે છે.
ના, આધુનિક સ્માર્ટફોનમાં આખી રાત ચાર્જિંગ કરવું સામાન્ય રીતે સુરક્ષિત છે. તમારે ફોન 100% થતાં જ તરત ચાર્જરમાંથી કાઢવાની ચિંતા કરવાની જરૂર નથી.
જો તમે ફોનની બેટરી હેલ્થ લાંબા સમય સુધી જાળવી રાખવા માંગો છો, તો ચાર્જિંગ દરમિયાન ગરમીથી બચવું અને ફોનના સ્માર્ટ ચાર્જિંગ ફીચરનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક રહેશે.