Tech Tips: તમે પણ કરો છો WhatsApp Call? તો અત્યારે જ કરી લો સેટિંગમાં આ ફેરફાર, પછી જુઓ કમાલ

|

Mar 14, 2022 | 1:11 PM

WhatsApp Tips and Tricks: આ પ્લેટફોર્મ પર શરૂઆતથી આવી કોઈ સુવિધા નહોતી. શરૂઆતમાં અહીં માત્ર ટેક્સ્ટ મેસેજ મોકલવાની સુવિધા ઉપલબ્ધ હતી. બાદમાં, યુઝર અનુભવને વધુ સારો બનાવવા માટે, કંપનીએ તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા, જેમાં ઑડિયો અને વીડિયો કૉલિંગનો સમાવેશ થાય છે.

Tech Tips: તમે પણ કરો છો WhatsApp Call? તો અત્યારે જ કરી લો સેટિંગમાં આ ફેરફાર, પછી જુઓ કમાલ
Symbolic Image (FIle Photo)

Follow us on

વોટ્સએપ (WhatsApp)વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આ એપ પર ટેક્સ્ટ મેસેજ મોકલવાની સાથે તમે ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શકો છો. એટલે કે, કોઈની સાથે જોડાયેલા રહેવા માટે, તમને આ પ્લેટફોર્મ પર ઘણા વિકલ્પો મળે છે. જોકે, આ પ્લેટફોર્મ પર શરૂઆતથી આવી કોઈ સુવિધા નહોતી. શરૂઆતમાં અહીં માત્ર ટેક્સ્ટ મેસેજ મોકલવાની સુવિધા ઉપલબ્ધ હતી. બાદમાં, યુઝર અનુભવને વધુ સારો બનાવવા માટે, કંપનીએ તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા, જેમાં ઑડિયો અને વીડિયો કૉલિંગનો સમાવેશ થાય છે.

કેટલો ડેટા વપરાય છે?

Meta ના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર, વપરાશકર્તાઓને ઘણી હિડન સુવિધાઓ મળે છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણું બચાવી શકો છો. વાસ્તવમાં, WhatsApp કૉલમાં નોંધપાત્ર પ્રમાણમાં ડેટા યુઝ કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, વ્હોટ્સએપ કોલ્સમાં દર મિનિટે 720Kb ડેટા ખર્ચવામાં આવે છે. જો કે, આ ડેટા વધારે લાગતો નથી, પરંતુ તે ચોક્કસપણે તમારા મોબાઇલ ડેટાને અસર કરે છે.

કેવી રીતે ઓછો કરવો ડેટા વપરાશ

એપમાં એક ફીચર પણ છે, જેની મદદથી તમે ડેટાનો વપરાશ ઘટાડી શકો છો. વાસ્તવમાં, વોટ્સએપ પર ‘કોલ્સ માટે ઓછો ડેટા ઉપયોગ’નો વિકલ્પ ઉપલબ્ધ છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારો ડેટા વપરાશ ઘટાડી શકો છો. આવો જાણીએ આ સુવિધાની વિગતો અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો તે વિશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  1. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર છો, તો તમારે તમારા ફોનમાં WhatsApp ખોલવું પડશે.
  2. અહીં તમે ઉપરના જમણા ખૂણે ‘ત્રણ બિંદુઓ’ જોશો.
  3. હવે તમારે મેનુમાં Setting પર ક્લિક કરવાનું રહેશે.
  4. અહીં તમારે Storage and Deta વિકલ્પ પર જવું પડશે. તમારે યુઝ લેસ ડેટા ફોર કોલના વિકલ્પ પર જવું પડશે અને સામે દેખાતું ટોગલ ઓન કરવું પડશે.

તમને iPhone પર લગભગ સમાન વિકલ્પ મળશે, જેને તમે ચાલુ કરી શકો છો અને WhatsApp કૉલમાં ખર્ચવામાં આવેલા ડેટાને ઘટાડી શકો છો. ધ્યાન રાખો કે WhatsApp વીડિયો કોલ ઑડિયો કૉલ કરતાં વધુ ડેટા વાપરે છે, પરંતુ અત્યારે એવો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી, જેની મદદથી તમે વીડિયો કૉલ દરમિયાન ડેટાનો વપરાશ ઘટાડી શકો.

આ પણ વાંચો: Viral: દાદાનો નાગિન ડાન્સ જોઈ યુવાનો પણ શરમાઈ જાય, લોકોએ કહ્યું ‘આ સ્ટેપ નાગને પણ ખબર નહીં હોય’

આ પણ વાંચો: Technology: YouTube એપને મળ્યું નવું Transcription ફિચર, વીડિયો-ઓડિયોમાં આ રીતે કરશે કામ

Next Article