ભારત સરકારે ફરી એકવાર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક (Digital strike)કરીને ચીનની 54 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અત્યાર સુધી પ્રતિબંધિત એપ્સની સત્તાવાર યાદી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ભારતમાં 54 ચાઇનીઝ એપ્સ (Chinese app Ben)પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ એપ ભારતીય યુઝરનો ડેટા ચીન અને અન્ય દેશોમાં મોકલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્સ ભારતીય યુઝર્સના ડેટાને વિદેશી સર્વરમાં ટ્રાન્સફર કરી રહી હતી. ગૂગલના પ્લે સ્ટોરને એપ્સને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચીની કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધિત આ 54 એપ્સ 2020માં પ્રતિબંધિત એપ્સનો નવો અવતાર છે.
The 54 Chinese apps include Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite.
— ANI (@ANI) February 14, 2022
આપને જણાવી દઈએ કે 2020માં પણ સરકારે 250 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં Tiktok અને PubG જેવી મોટી એપ્સના નામ હતા. TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, ES File Explorer અને Mi Community જેવી એપ્સને 2020માં પ્રથમ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈકમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Ukraine Crisis: રશિયા-અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તો ભારત કોનું સમર્થન કરશે, જાણો શું નુકસાન ઉઠાવવું પડશે?
આ પણ વાંચો: પાણીપુરી પસંદ હોય તો આ જરૂર વાંચજો, આ ટેસ્ટી આઈટમ પણ કરાવી શકે છે સ્વાસ્થ્યને ફાયદો