ટેકનોલોજી અને શિક્ષકો એક સાથે આવવાથી વિદ્યાર્થીઓને બનાવી શકે છે ટર્મિનેટર – ધર્મેન્દ્ર પ્રધાન

META સાથે શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલયની આ ભાગીદારી સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે પીએમ મોદીએ દેશમાં પ્રથમ વખત વેલ્થ ક્રિએટર્સના વિકાસની જરૂરિયાત પર અભૂતપૂર્વ ધ્યાન આપ્યું છે. આ સાથે જ શિક્ષણ મંત્રીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ દ્વારા નવો અભ્યાસક્રમ વિકસાવવામાં આવી રહ્યો છે જે 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ છે.

ટેકનોલોજી અને શિક્ષકો એક સાથે આવવાથી વિદ્યાર્થીઓને બનાવી શકે છે ટર્મિનેટર - ધર્મેન્દ્ર પ્રધાન
Dharmendra Pradhan
| Edited By: | Updated on: Sep 05, 2023 | 8:15 PM

શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયે મંગળવારે સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે મેટા (META) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ ત્રણ વર્ષની ભાગીદારી હેઠળ 10 લાખ ઉદ્યોગસાહસિકોને ડિજિટલ માર્કેટિંગ કૌશલ્યની એક્સેસ મળશે. શરૂઆતમાં ઉભરતા અને હાલના ઉદ્યોગ સાહસિકોને મેટા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને 7 પ્રાદેશિક ભાષાઓમાં ડિજિટલ માર્કેટિંગ કૌશલ્યની તાલીમ આપવામાં આવશે.

આ સિવાય એઆઈસીટીઈ સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે 2-વર્ષનો એવીજીસી-એક્સઆર-એઆઈ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે. લગભગ 100,000 વિદ્યાર્થીઓ અને 20,000 શિક્ષકોને AR, VR, AI, XR ટેક્નોલોજીમાં તાલીમ આપવામાં આવશે. META સાથે શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલયની આ ભાગીદારી સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવશે અને તેને 21મી સદીની ટેક્નોલોજી આધારિત દુનિયાને ઔદ્યોગિક ક્રાંતિ 4.0ના ક્ષેત્રમાં આગળ વધારવા માટે જરૂરી કૌશલ્યો અને સાધનોથી સજ્જ કરવામાં મદદ કરશે.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પીએમ મોદીએ દેશમાં પહેલી વખત વેલ્થ ક્રિએટર્સના વિકાસની જરૂરિયાત પર અભૂતપૂર્વ ધ્યાન આપ્યું છે. લાલ કિલ્લા પરથી પ્રચાર દરમિયાન તેમને સમાજમાં વેલ્થ ક્રિએટર્સના મહત્વ વિશે પણ વાત કરી હતી. આજે હસ્તાક્ષર કરાયેલી પહેલો આપણા નાના અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને સશક્ત કરવામાં, તેમની ક્ષમતાઓનું નિર્માણ કરવા અને તેમની સાચી સંભાવનાઓને ઉજાગર કરવામાં ઘણો આગળ વધશે.

(Tweet: Dharmendra Pradhan Twitter)

આ પણ વાંચો: Online Fraud: ભારતીય સેના અને CISF ના નામે લોકો સાથે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી, જાણો કેવી રીતે કરે છે ફ્રોડ, જુઓ Video

ઉદ્યોગસાહસિકતાના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું – ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય મંત્રી પ્રધાને કહ્યું કે ભારતમાં લોકશાહી, વિવિધતા અને વસ્તી વિષયકની સહજ શક્તિઓ છે. પ્રધાને ભારતના ટિયર 2 અને ટિયર 3 શહેરોના ઘણા યુવાનોનું ઉદાહરણ ટાંક્યું જેઓ ટેક્નોલોજીની શક્તિનો ઉપયોગ કરીને પોતપોતાના ક્ષેત્રોમાં છાપ ઉભી કરી રહ્યા છે. તેમને કહ્યું કે ટેક્નોલોજી અને શિક્ષકો એક સાથે આવવાથી આપણા વિદ્યાર્થીઓને ટર્મિનેટર બનાવી શકે છે. આ સાથે જ શિક્ષણ મંત્રીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ દ્વારા નવો અભ્યાસક્રમ વિકસાવવામાં આવી રહ્યો છે જે 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ છે. એનઈપી 2020માં ઉદ્યોગસાહસિકતાના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને આજે શરૂ કરાયેલ પહેલ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો