દેવામાં ડૂબેલી આ કંપનીએ ઇન્ટરનેટ સ્પીડના મામલે મુકેશ અંબાણીની કંપનીને પાછળ છોડી ! 5G ટ્રાયલમાં VI એ 3.7 GBPS ની સ્પીડનો રેકોડ નોંધાવ્યો

|

Sep 20, 2021 | 8:03 AM

VI એ પુણેમાં તેની 5G  ટ્રાયલ દરમિયાન 3.7 ગીગાબિટ પ્રતિ સેકન્ડ (Gbps) ની સૌથી વધુ ઝડપ હાંસલ કરી છે જે ભારતના કોઈપણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સૌથી હાંસલ કરવામાં આવેલ સૌથી વધુ ઝડપ છે

દેવામાં ડૂબેલી આ કંપનીએ ઇન્ટરનેટ સ્પીડના મામલે મુકેશ અંબાણીની કંપનીને પાછળ છોડી ! 5G ટ્રાયલમાં VI એ 3.7 GBPS ની સ્પીડનો રેકોડ નોંધાવ્યો
In the 5G trial, VI recorded a speed of 3.7 GPBS

Follow us on

દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ રવિવારે દાવો કર્યો હતો કે તેણે પુણેમાં તેની 5G  ટ્રાયલ દરમિયાન 3.7 ગીગાબિટ પ્રતિ સેકન્ડ (Gbps) ની સૌથી વધુ ઝડપ હાંસલ કરી છે જે ભારતના કોઈપણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સૌથી હાંસલ કરવામાં આવેલ સૌથી વધુ ઝડપ છે. કંપનીએ ગાંધીનગર અને પુણેના મિડ-બેન્ડ સ્પેક્ટ્રમમાં 1.5 Gbps ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ કરવાનો દાવો પણ કર્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ 5G નેટવર્ક ટ્રાયલ માટે વોડાફોન આઈડિયાને પરંપરાગત 3.5 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડ તેમજ 26 ગીગાહર્ટ્ઝ જેવા હાઈ રેફ્રિક્વન્સી બેન્ડ ફાળવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, VI એ પુણે શહેરમાં ક્લાઉડ કોર, નેક્સ્ટ-જનરેશન ટ્રાન્સપોર્ટ અને રેડિયો એક્સેસ નેટવર્કના એન્ડ-ટુ-એન્ડ કેપ્ટિવ નેટવર્કની લેબ સેટ-અપમાં તેના 5 જી ટ્રાયલ્સને તૈનાત કર્યા છે.

કંપનીને છ મહિનાના ટ્રાયલ માટે મંજૂરી
“આ પરીક્ષણમાં વોડાફોન આઈડિયાએ એમએમવેવ (મિલીમીટર વેવ) સ્પેક્ટ્રમ બેન્ડ પર ખૂબ ઓછી વિલંબ સાથે 3.7 જીબીપીએસની ટોચની ઝડપ હાંસલ કરી હતી.” વોડાફોન અને બાદમાં MTNL ની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. તેમને ટેલિકોમ સાધનો ઉત્પાદકો-એરિક્સન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ સાથે છ મહિનાની અજમાયશ માટે મંજૂરી આપવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટેલિકોમ રાહત પેકેજ સંજીવની સમાન
આ અઠવાડિયે સરકારે ટેલિકોમ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ રાહત બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વોડાફોન આઈડિયાને ફરીથી પોતાના પગ પર ઉભા રહેવા માટે જરૂરી મદદ મળશે. 31 માર્ચ 2021 સુધી વોડાફોન આઈડિયા પર કુલ જવાબદારી 1.9 લાખ કરોડ હતી. કંપની પર કુલ આઠ બેંકોનું 48000 કરોડનું દેવું છે. કંપનીએ વિવિધ બેન્કો પાસેથી 23 હજાર કરોડની સીધી લોન લીધી છે. બાકીના 25 હજાર કરોડ બેંકો દ્વારા ગેરંટી આપવામાં આવ્યા છે.

કંપની આ વર્ષે 20 હજાર કરોડ એકત્ર કરી શકે છે
બેંકો અપેક્ષા રાખે છે કે વોડાફોન આઈડિયા આ વર્ષે આશરે 15-20 હજાર કરોડનું રોકાણ એકત્ર કરી શકશે કારણ કે ઓટોમેટિક રૂટ 100% FDI નો માર્ગ સાફ કરે છે. એવું માનવામાં આવે છે કે કંપનીએ આગામી બે વર્ષ સુધી દેવાના સ્વરૂપે દર વર્ષે આશરે 6000 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ચાર વર્ષના મોરેટોરિયમના કારણે કંપનીની કુલ જવાબદારી નોંધપાત્ર રીતે વધશે.

 

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : ટૂંક સમયમાં પેટ્રોલ – ડીઝલ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત! જાણો આજે ઇંધણની કિંમતો અંગે શું લેવાયો નિર્ણય

 

આ પણ વાંચો : ITR ફાઈલ કરવાની તારીખ લંબાવ્યા પછી આ લોકોએ ચૂકવવું પડશે વ્યાજ , જાણો વિગતવાર

Published On - 7:46 am, Mon, 20 September 21

Next Article