
સાયબર ઠગ લોકોને છેતરવા માટે નવી નવી રીતો શોધતા રહે છે. તે ભોળા લોકોને લલચાવીને સરળતાથી ફ્રોડ (Cyber Crime) કરી રહ્યા છે. સ્કેમર્સ એટલા ચાલાક બની ગયા છે કે સરકારી યોજનાઓના (Govt Schemes) નામે પણ લોકોને છેતરે છે. દિલ્હી પોલીસને (Delhi Police) છેતરપિંડીની આવી જ એક ઘટના અંગે ફરિયાદ મળી છે. ઠગોએ DDAની ફેક વેબસાઈટ બનાવી અને ફ્લેટ વેચવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે.
ગાઝિયાબાદના રહેવાશી સુનીલ કુમાર તોમરે દિલ્હી પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, ડીડીએ ફ્લેટ માટે તેમણે ગૂગલ પર જઈને સર્ચ કર્યું તો ડીડીએની એક વેબસાઈટ સર્ચમાં આવી હતી. તેમણે વેબસાઈટ પર પોતાની બધી માહિતી અપલોડ કરી અને સાથે જ આઈડી-પાસવર્ડ પણ બનાવ્યા અને ફ્લેટ બુકિંગ માટે અરજી કરી હતી.
વેબસાઇટ પર ફ્લેટ બુકિંગ માટેની છેલ્લી તારીખ જણાવવામાં આવી હતી. એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ ફ્લેટ બુક કરાવવા માટે 75,000 રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું. પેમેન્ટ કરવા માટે વેબસાઇટ પર જ એક QR કોડ આપવામાં આવ્યો હતો. QR કોડની મદદથી સુનીલ કુમારે 75,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ બીજા 25,000 રૂપિયા ચૂકવ્યા હતા. અલગ-અલગ રકમ કુલ મળીને 5.50 લાખ રૂપિયા ભર્યા હતા. છેલ્લે તેમને શંકા થતા તે ડીડીએ ઓફિસમાં પહોંચી તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે તેની સાથે છેતપિંડી થઈ છે.
આ પણ વાંચો : Supreme Court Fake Website Fraud: સુપ્રીમ કોર્ટની ફેક વેબસાઈટ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ લોકો સાથે ફ્રોડ થાય નહીં, તે માટે એક નોટિસ જાહેર કરી હતી. DDA એ કહ્યું કે, કેટલાક છેતરપિંડી કરનારા ફેક URL (https://DDAflat.org.in/index.php)નો ઉપયોગ કરી રહ્યા છે અને તેના દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. તેથી અન્ય કોઈ જગ્યાએથી ફ્લેટ બુક કરાવવો લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. લોકોએ ફક્ત ઓફિશિયલ વેબસાઇટ www.dda.org.in અને www.dda.gov.in પરથી જ માહિતી મેળવવી જોઈએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો