હવે દુનિયા ડીજીટલ થઈ રહી છે અને લોકોના બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે. તેથી જ હવે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આમ જનતાથી લઈને નેતાઓ અને અભિનેતાઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. સાયબર (Cyber Crime) ગુનેગારો છેતરપિંડીની નવી નવી રીતો દ્વારા લોકોને છેતરી રહ્યા છે. આ ક્રમમાં હવે બેંગલુરુથી ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકને ડેટિંગ એપ દ્વારા ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યો છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર એક યુવકે જીવનસાથીની શોધ માટે ડેટિંગ એપનો ઉપયોગ કર્યો, જે બાદ તેને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુનો એક યુવક એ વિચારીને ડેટિંગ એપ પર ગયો હતો કે તેને ત્યાં જીવનસાથી અને સારા મિત્રો મળશે, પરંતુ તેને પાર્ટનર ન મળ્યો પરંતુ ઉલટું તે ફ્રોડનો શિકાર બની ગયો હતો.
રિપોર્ટ અનુસાર, ડેટિંગ એપ પર સર્ચ કરતી વખતે યુવકની મુલાકાત નિકિતા નામની એક 25 વર્ષની યુવતી અને અન્ય એક વ્યક્તિ અરવિંદ શુક્લા સાથે થઈ હતી. નિકિતાએ યુવક સાથે વાત શરૂ કરી હતી. ત્યારબાદ તેણે તેનો ફોન નંબર અને સોશિયલ મીડિયાની વિગતો મેળવી લીધી. આ પછી યુવક અને નિકિતાએ એક મેસેજિંગ એપ પર વીડિયો કોલિંગ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું.
થોડા સમય બાદ યુવક નિકિતા પર વિશ્વાસ કરવા લાગ્યો હતો. બાદમાં નિકિતાએ યુવકના કેટલાક વીડિયો રેકોર્ડ કર્યા અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ પછી, પોતાની ઈજ્જત બચાવવા માટે યુવકે યુવતીના અલગ-અલગ ખાતામાં 2.6 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
આ પણ વાંચો : PF Fraud: સરકારી અધિકારીને પીએફની લાલચ આપીને કરી છેતરપિંડી, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને ગુમાવ્યા હજારો રૂપિયા
યુવક આ બાબતથી પરેશાન થયો અને તેણે બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં પોલીસને ફરિયાદ કરી હતી. અહેવાલો અનુસાર, તેણે કહ્યું કે ઇન્ટરનેટ પર ખોટા લોકો પર વિશ્વાસ કરવાને કારણે તેણે 2.6 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ફરિયાદ બાદ પોલીસ આ મામલની તપાસ શરૂ કરી હતી. સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો