વોડાફોન-આઈડિયાના 2 કરોડ ગ્રાહકોનો ડેટા લીક ! સાયબર સિક્યોરિટી ફર્મ સાયબર X9નો દાવો

વોડાફોન-આઈડિયાએ (Vodafone-Idea) 20 મિલિયન યુઝર્સનો ડેટા લીક કરવાના આરોપને નકારી કાઢ્યો છે. Vodafone-Ideaએ સાયબર X9ના આ અહેવાલને સદંતર ફગાવી દીધો છે અને તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

વોડાફોન-આઈડિયાના 2 કરોડ ગ્રાહકોનો ડેટા લીક ! સાયબર સિક્યોરિટી ફર્મ સાયબર X9નો દાવો
Vodafone Idea
| Edited By: | Updated on: Aug 29, 2022 | 3:50 PM

વોડાફોન-આઈડિયાએ (Vodafone-Idea) 20 મિલિયન યુઝર્સનો ડેટા લીક કરવાના આરોપને નકારી કાઢ્યો છે. સાયબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ સાયબર X9 (Cyber X9) એ તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વોડાફોન-આઈડિયાના 20 મિલિયન પોસ્ટપેડ યુઝર્સનો ડેટા લીક થઈ ગયો છે અને સાઈબર અપરાધીઓ તેને એક્સેસ કરી રહ્યા છે. Vodafone-Ideaએ સાયબર X9ના આ અહેવાલને સદંતર ફગાવી દીધો છે અને તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. તેના બચાવમાં, વોડાફોન-આઈડિયા કહે છે કે કંપની નિયમિત સમયાંતરે ઓડિટ કરે છે અને સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તપાસે છે.

સાયબર X9 દાવો

સાયબર સિક્યોરિટી ફોર્મ સાયબર X9એ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં વોડાફોન-આઈડિયાના 20 મિલિયન પોસ્ટપેડ ગ્રાહકોના ફોન કોલ રેકોર્ડ્સ લીક ​​થયા છે. આ ડેટા લીકમાં કોલ ટાઈમ, કોલનો સમયગાળો, કોલ ક્યાં કરવામાં આવ્યો હતો, કોણે કોલ કર્યો હતો, કોને કોલ કર્યો હતો અને એસએમએસ એડ્રેસની વિગતો પણ બહાર આવી છે. સાયબર X9ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુ પાઠકે રવિવારે પીટીઆઈને જણાવ્યું કે સાયબર X9 એ ઈમેલ દ્વારા વોડાફોન-આઈડિયા સાથે તમામ માહિતી શેર કરી છે. હિમાંશુ પાઠકે જણાવ્યું હતું કે વોડાફોન-આઈડિયા 22 ઓગસ્ટના રોજ અમારા અહેવાલ માટે સંમત થયા હતા. ઉપરાંત 24 ઓગસ્ટે ટેલિકોમ કંપનીએ તેની નબળી સુરક્ષા વ્યવસ્થાને કારણ માની હતી.

સાયબર X9ના દાવામાં કોઈ સત્ય નથી; વોડાફોન-આઇડિયા

વોડાફોન-આઈડિયાએ કહ્યું છે કે આ દાવા પછી અમારી કંપનીને સુરક્ષામાં નબળાઈની ફોરેન્સિક તપાસ મળી છે. ટેલિકોમ કંપનીનો દાવો છે કે તેમાં કોઈપણ પ્રકારના ડેટા લીકના પુરાવા મળ્યા નથી. આ સાથે ટેલિકોમ કંપનીએ એમ પણ કહ્યું કે અમારા ગ્રાહકોનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે. તેના બચાવમાં, વોડાફોન-આઈડિયા કહે છે કે કંપની નિયમિત અંતરાલ પર ઓડિટ કરે છે અને સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તપાસે છે.