કોવિન પોર્ટલે લોન્ચ કર્યુ API, તેની મદદથી ખબર પડશે કે કોણે વેક્સિન લીધી છે અને કોણે નહીં ?

|

Sep 11, 2021 | 12:42 PM

હોટલ અને એરલાઇન્સ મુસાફરોની રસીકરણની સ્થિતિ જાણી શકે છે જેઓ ટિકિટ બુક કરી રહ્યા છે અથવા હોટલમાં રૂમ બુક કરી રહ્યા છે. હોટલ ચેક-ઇન દરમિયાન આ API ખૂબ મદદરૂપ સાબિત થશે.

કોવિન પોર્ટલે લોન્ચ કર્યુ API, તેની મદદથી ખબર પડશે કે કોણે વેક્સિન લીધી છે અને કોણે નહીં ?
CoWin Portal launches API to find out who gets vaccinated and who doesn't

Follow us on

CoWIN પોર્ટલમાં એક નવી એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) ને લોન્ચ કર્યુ છે. આ પ્રોગ્રામને નો યોર કસ્ટમર્સ/ક્લાઇંટ વેક્સિનેશન સ્ટેટસ અથવા તો KYC-VS નામ આપવામાં આવ્યુ છે. તેની મદદથી રેલવે, મૉલ અથવા તો કોઇ હોટલમાં તરત ખબર પડી જશે કે કોણે વેક્સિન લીધી છે અને કોણે નથી લીધી. તમને જણાવી દઇએ કે, 16 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા વેક્સિનેશન ડ્રાઇવમાં હમણા સુધીમાં 72 કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે.

કોવિનના આ નવા API નો ઉપયોગ કરવા માટે, લોકોએ પોતાનો મોબાઇલ નંબર અને નામ દાખલ કરવું પડશે અને તે પછી એક OTP આવશે જે રસીકરણની ચકાસણી કરશે. આ સમયે રસીના પ્રમાણપત્ર કરતાં સંસ્થા માટે વધુ મહત્વનું છે કે કોઈ વ્યક્તિને રસી મળી છે કે નહીં. આવી સ્થિતિમાં, આ API અસરકારક સાબિત થશે.

તેની મદદથી રેલવે, હોટલ અને એરલાઇન્સ મુસાફરોની રસીકરણની સ્થિતિ જાણી શકે છે જેઓ ટિકિટ બુક કરી રહ્યા છે અથવા હોટલમાં રૂમ બુક કરી રહ્યા છે. હોટલ ચેક-ઇન દરમિયાન આ API ખૂબ મદદરૂપ સાબિત થશે. જણાવી દઈએ કે કોવિન પહેલેથી જ લોકોના રસીકરણના પુરાવા માટે ડિજિટલ ચકાસણી પ્રમાણપત્રો આપી રહ્યા છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

આ સર્ટિફિકેટ ડિજિટલ ડિવાઇસમાં સેવ કરી શકાય છે, ડીજી લોકરમાં સેવ કરી શકાય છે અથવા પ્રિન્ટ કરીને રાખી શકાય છે. હવે ધીરે ધીરે ઓફિસો ખુલી રહી છે, આવી સ્થિતિમાં કંપનીઓ માટે તેમના કર્મચારીઓએ રસી લીધી છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે. આ કિસ્સામાં, આ API ખૂબ મદદરૂપ થશે.

 

આ પણ વાંચો –

Lemon Pickle Recipe : ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે, આ રીતે બનાવો ટેસ્ટી લીંબુનું અથાણું

આ પણ વાંચો –

Lionel Messi: આર્જેન્ટિનાને હેટ્રિકથી જીતાડ્યા બાદ લિયોનેલ મેસ્સી ભાવુક થયો, કારણ તમને પણ ભાવુક કરી દેશે

આ પણ વાંચો –

ગુજરાતમાં પાર્કિંગ પોલિસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે સોગંદનામું દાખલ કર્યું

Next Article