Covid-19 and technology : આ કંપનીએ કર્યો દાવો, કારમાં જ મરી જશે કોરોના વાઇરસ

|

Mar 12, 2021 | 3:18 PM

Covid-19 and technology : હોન્ડા કંપનીએ નવું કેબિન એર ફિલ્ટર બનાવ્યું છે અને દાવો કર્યો છે કે તેમાં Covid-19  વાયરસ સામે લડવાની ક્ષમતા છે અને મુસાફરોને સુરક્ષિત રાખી શકે છે. 

Covid-19 and technology  : આ કંપનીએ કર્યો દાવો, કારમાં જ મરી જશે કોરોના વાઇરસ

Follow us on

Covid-19 and technology : હોન્ડા મોટર યુરોપે કોરોના વાયરસ સામે લડવાની દિશામાં નવી શરૂઆત કરી છે. કંપનીએ નવું કેબિન એર ફિલ્ટર (Cabin air filter) બનાવ્યું છે અને દાવો કર્યો છે કે તેમાં Covid-19  વાયરસ સામે લડવાની ક્ષમતા છે અને મુસાફરોને સુરક્ષિત રાખી શકે છે.

ચાર સ્તર વાળું એર ફિલ્ટર
હોન્ડા મોટર યુરોપ દ્વારા રજૂ કરાયેલ એર ફિલ્ટરમાં ચાર સ્તરો છે. માઇક્રોફાઇબરના પ્રથમ બે સ્તરો ધૂળ અને પરાગ સામે રક્ષણ આપે છે. જ્યારે ત્રીજુ સ્તર એ એક્ટિવ ચારકોલ ફિલ્ટરનું  છે જે વધારાના ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. અંતિમ અને ચોથા ફિલ્ટર્સમાં ફળોનો અર્ક શામેલ છે, જે કંપનીના જણાવ્યા અનુસાર Covid-19 વાયરસના કણોને રોકવામાં સક્ષમ છે.

સમાજ હવે પહેલા કરતા વધુ જાગૃત
કાર નિર્માતા કંપનીનું કહેવું છે કે છેલ્લા ઘણા મહિનાઓ દરમિયાન Covid-19  વાયરસ પ્રત્યેની સમજણમાં વધારો થયો છે, જેના કારણે આ ફિલ્ટર તૈયાર કરવું શક્ય બન્યું છે. હોન્ડા એક્સેસ યુરોપ એનવીના પ્રમુખ ઇચિ હિનોએ જણાવ્યું હતું કે “Covid-19  જેવા વાયરસના પ્રભાવ અંગે સમાજ હવે પહેલા કરતા વધુ જાગૃત છે, એવામાં આશા રાખી શકીએ કે રક્ષણાત્મક ઉપાયો-સાધનોની  માંગ ઝડપથી વધે.”

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોવિડ-19 અને ટેકનોલોજી
હોન્ડાએ યુરોપિયન બજારોમાં ઉપલબ્ધ તેના તમામ નવા મોડેલોમાં આ નવું એર ફિલ્ટર ફીટ કર્યું છે. પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે કંપની  તેને અન્ય દેશોમાં ક્યારે ઉપલબ્ધ કરાવશે. કોઈ કાર નિર્માતા કંપનીએ  Covid-19  સામે લડનારા ઉપાયોને ટેકનોલોજી સાથે જોડ્યા હોય એની આ પ્રથમ ઘટના નથી.માર્ચ 2020માં વોલ્વો અને લોટસની મૂળ  કંપની, Geely એ દાવો કર્યો હતો કે તેની નવી કોમ્પેક્ટ એસયુવીના આઈકોનમાં ફિલ્ટરેશન સિસ્ટમ આપવામાં આવી છે જે વિવિધ પ્રકારના વાયરસ સામે લડવામાં સક્ષમ છે.

 

Next Article