આપણામાંથી મોટાભાગના સ્માર્ટફોન (Smartphone)માં પાસવર્ડ અથવા પેટર્ન રાખે છે. પરંતુ આપણી નજીકના લોકો ઘણીવાર આપણો પાસવર્ડ અને પેટર્ન જાણતા હોય છે. ક્યારેક આપણે ફોનને અનલોક કરીને આપણા મિત્રો કે નજીકના લોકોને પણ આપવો પડે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે, અન્ય લોકો વારંવાર આપણું WhatsApp ખોલે છે. આવી સ્થિતિમાં, જો તમે નથી ઈચ્છતા કે અન્ય લોકો તમારી વોટ્સએપ ચેટ વાંચે, તો આજે અમે તમને તેનાથી બચવાનો ઉપાય જણાવી રહ્યા છીએ.
વાસ્તવમાં, વોટ્સએપમાં તમને ફિંગરપ્રિન્ટ લોકનું વિશેષ ફીચર મળે છે. જ્યારે આ સુવિધા સક્રિય થાય છે, ત્યારે તમે તમારો ફોન અનલોક કરી લો તે પછી પણ તમારે એપ્લિકેશનને અનલૉક કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તે સુરક્ષાનું
એક નેકસ્ટ લેવલ છે. જે સુનિશ્ચિત કરે છે કે તમે એકમાત્ર વ્યક્તિ છો જે તે મોબાઇલ ડિવાઈસ પર WhatsApp ઍક્સેસ કરી શકે છે.
તમારા ફોન પર WhatsApp ખોલો અને સેટિંગ્સ પર ટેપ કરો
હવે એકાઉન્ટ પર ટેપ કરો અને પ્રાઈવસી પર જાઓ
અહીં તમને ફિંગરપ્રિન્ટ લોક (Fingerprint Lock)નો વિકલ્પ દેખાશે.
ફિંગરપ્રિન્ટ વડે અનલૉક ચાલુ કરો અને પછી તમારી ફિંગરપ્રિન્ટની પુષ્ટિ કરો.
તમારા ફોન પર WhatsApp ખોલો અને સેટિંગ્સ પર ટેપ કરો
હવે એકાઉન્ટ પર ટેપ કરો અને પ્રાઈવસી પર જાઓ
પછી સ્ક્રીન લોક પર જાઓ અને ટચ આઈડી અથવા ફેસ આઈડી ચાલુ કરો.
Published On - 10:15 am, Wed, 9 February 22