Boycott China : ચીટર ચીનનું ચિટીંગ, દુનિયાને ઓનલાઇન ગેમ્સનો ચસ્કો લગાવીને પોતાના દેશમાં કરી પ્રતિબંધિત

|

Aug 31, 2021 | 3:12 PM

નવા રેગ્યુલેશનનો અસર સીધો ચીનની સૌથી મોટી ટેક્નોલોજી કંપની Tencent પર પડશે જેનો ઓનર ઓફ કિંગ્સ ઓનલાઇન મલ્ટીપ્લેયર ગેમની દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.

Boycott China : ચીટર ચીનનું ચિટીંગ,  દુનિયાને ઓનલાઇન ગેમ્સનો ચસ્કો લગાવીને પોતાના દેશમાં કરી પ્રતિબંધિત
China bans online games

Follow us on

China bans Online Gaming: ઓનલાઇન ગેમ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને તેની સૌથી વધુ આદત લાગી રહી છે બાળકોને. આજકાલ દરેક યુવાનો કોઇને કોઇ ઓનલાઇન ગેમ તો રમતા જ હોય છે. પરંતુ તેમાં પણ જે સૌથી પોપ્યુલર ગેમ છે તેનું નામ છે પબજી. ઓનલાઇન ગેમિંગના (Online Gaming) મામલામાં હાલ પબજી (PUBG) ટોપ પર છે જેને મોટાભાગના બાળકો પોતાના ફોનમાં રાખે છે. પબજી એડિક્શનને લઇને હવે દુનિયાની કેટલીક સરકારો પણ ચિંતિત છે.

પરંતુ દુનિયાભરને ઓનલાઇન ગેમિંગનું એડિક્શન લગાવી ચૂકેલા ચીને (China) પોતાના દેશ માટે મોટો નિર્ણય લીધો છે. ચીની સરકારે ત્યાંના બાળકોને ઓનલાઇન ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીની રેગ્યુલેટર્સ દ્વારા આ હમણા સુધીમાં લીધેલો સૌથી મોટો નિર્ણય છે. ચીનના બાળકો હવે અઠવાડિયામાં ફક્ત 3 કલાક જ ઓનલાઇન ગેમ રમી શક્શે.

ચીનમાં બાળકો હવે પબ્લિક હોલીડે, શુક્રવાર અથવા તો વિકેન્ડ પર રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન જ ગેમ રમી શક્શે. આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઇ રહ્યો છે. નેશનલ પ્રેસ અને પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશને આ નોટીસ વિશેની જાણકારી આપી છે. નવા નિયમ બાદ બાળકો પાસે ફક્ત 3 કલાકનો જ સમય બચે છે. વર્ષ 2019 માં પણ આ જ પ્રકારનો એક પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેમાં બાળકો ફક્ત દોઢ કલાક જ ગેમ રમી શક્તા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

નવા રેગ્યુલેશનનો અસર સીધો ચીનની સૌથી મોટી ટેક્નોલોજી કંપની Tencent પર પડશે જેનો ઓનર ઓફ કિંગ્સ ઓનલાઇન મલ્ટીપ્લેયર ગેમની દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય ગેમિંગ કંપની NetEase પર પણ તેની સીધી અસર થશે. ગેમિંગને એટલા માટે પણ બૈન કરવામાં આવ્યુ છે કારણ કે ટેક્નોલોજી કંપનીઓ આજકાલ મેસેજિંગ, પેમેન્ટ્સ અને ગેમિંગ સર્વિસના માધ્યમથી સોસાયટી પર ખરાબ પ્રભાવ પાડે છે.

રેગ્યુલેટર્સે સોમવારે જણાવ્યુ કે, તેઓ ગેમિંગને રોકવા માટે પોતાના નિયમોને વધુ મજબૂત કરશે અને આને લઇને ઓનલાઇન ગેમિંગ કંપનીઓનું ઇન્સ્પેક્શન પણ કરશે જેનાથી ખબર પડશે કે કંપનીઓ આ નિયમોનું પાલન કરી રહી છે કે નહીં.

આ પણ વાંચો

જનેતાએ જ 18 મહિનાના નિર્દોષ દિકરાને નિર્દયતાથી માર્યો માર, વાયરલ વીડિયો જોઈને લોકો થઈ ગયા સ્તબ્ધ

આ પણ વાંચો –

બે ભારતીયો ભૂલથી સરહદ ઓળંગી ગયા, 8 વર્ષ બાદ પાકિસ્તાની રેન્જર્સે બંને લોકોને BSFને સોંપ્યા

આ પણ વાંચો  –

પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ખેલાડીએ કરી કમાલ, મેડલ જીતીને વિશ્વમાં વગાડ્યો ભારતનો ડંકો

Next Article