Gujarati NewsTechnology chandrayaan 3 live tracker know how where to check live status in Gujarati
Chandrayaan 3 Live Tracker : મિશન ચંદ્રયાન 3નો 23 ઓગસ્ટનો સુધીનો જાણો રોડમેપ, જુઓ ચંદ્ર સુધી પહોંચવાની સફર LIVE
Chandrayaan 3 Live Tracker : ભારત સહિત આખી દુનિયાની નજર ચંદ્રયાન 3 મિશનની દરેક અપડેટ પર છે. હાલમાં ચંદ્રયાન 3 ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે. 5 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. તમે આ પ્રકિયાને લાઈવ પણ જોઈ શકો છો.
Chandrayaan 3 live tracker
Image Credit source: ISRO
Follow us on
Chandrayaan 3 : 14 જુલાઈ, 2023ના ઐતિહાસિક દિવસે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયુ. લોન્ચ થયાના આટલા બધા દિવસો બાદ પણ ચંદ્રયાન 3 સતત ચર્ચામાં છે. પૃથ્વીની કક્ષાના 5 ચક્કર લગાવીને ચંદ્રયાન 3 હાલમાં ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે. 5 ઓગસ્ટના દિવસે તે ચંદ્રની (Moon) કક્ષામાં પ્રવેશ કરશે અને 23 ઓગસ્ટે તે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. તમે ચંદ્રયાન 3ને લાઈવ પણ જોઈ શકો છો.
ચંદ્રયાન 3 પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. બેંગ્લોરના ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સતત ચંદ્રયાન પર નજર રાખી રહ્યું છે. તેના માટે લાઈવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈવ ટ્રેકરની મદદથી તમે ચંદ્રયાન 3ની સફરને લાઈવ જોઈ શકો છો. તેની મદદથી તમે જાણી શકો છો કે ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન 3ને કેટલો સમય લાગશે અને તેની ઝડપ કેટલી છે.