મોબાઇલ અને ચાર્જર પાછળ કેમ લખેલું હોય છે CE? 99% લોકો નથી જાણતા આ બે અક્ષરોનો સાચો અર્થ !

સ્માર્ટફોન, લેપટોપ, ચાર્જર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર CE ઘણીવાર લખાયેલું હોય છે. પરંતુ મોટાભાગના લોકો તેનો અર્થ જાણતા નથી. જો કે કંપની પાસે તેનો ઉપયોગ કરવાનું એક મજબૂત કારણ હોય છે. તે ઉત્પાદન સલામતી સાથે સંબંધિત છે. જેને ક્યારેય અવગણવું જોઈએ નહીં.

મોબાઇલ અને ચાર્જર પાછળ કેમ લખેલું હોય છે CE? 99% લોકો નથી જાણતા આ બે અક્ષરોનો સાચો અર્થ !
CE Mark
Image Credit source: AI Generated
| Updated on: Jul 09, 2026 | 8:23 AM

સ્માર્ટફોન, લેપટોપ, ચાર્જર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર CE ઘણીવાર લખાયેલું હોય છે. પરંતુ મોટાભાગના લોકો તેનો અર્થ જાણતા નથી. જો કે કંપની પાસે તેનો ઉપયોગ કરવાનું એક મજબૂત કારણ હોય છે. તે ઉત્પાદન સલામતી સાથે સંબંધિત છે. જેને ક્યારેય અવગણવું જોઈએ નહીં.

CEનો અર્થ એ છે કે આ પ્રોડક્ટ યુરોપિયન નિયમો અને સલામતીના ધોરણો અનુસાર જરૂરી ટેસ્ટિંગ અને પ્રમાણપત્ર પ્રક્રિયામાંથી પસાર થયેલું છે. સાથે જ CE માર્ક કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તાની ખાતરી આપતો નથી. એટલે જ આ નિશાન તમને મોંઘા પ્રીમિયમ પ્રોડક્ટ્સથી લઈને સસ્તા અથવા નાના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર પણ જોવા મળશે.

CE નો અર્થ શું છે?

CE એક ફ્રેન્ચ શબ્દ છે. જેનો ઉચ્ચાર Conformite Européenne થાય છે. આ એક સત્તાવાર Conformity Mark છે. જે એવા પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવે છે જે યુરોપિયન ઇકોનોમિક એરિયામાં(European Economic Area – EEA) વેચાણ માટે નક્કી કરાયેલા નિયમો અને સલામતીના ધોરણોનું પાલન કરે છે. જો કોઈ પ્રોડક્ટ પર CE માર્ક હોય તો તેનો અર્થ એ થાય છે કે તે યુરોપિયન યુનિયન દ્વારા નક્કી કરાયેલા જરૂરી નિયમો અને સલામતીની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

CE માર્ક કેવી રીતે મળે છે?

CE માર્ક મેળવવા માટે ઉત્પાદકને પહેલા નક્કી કરવું પડે છે કે તેનો પ્રોડક્ટ સ્વ-મૂલ્યાંકન (Self Assessment) દ્વારા પ્રમાણિત થઈ શકે છે કે પછી કોઈ અધિકૃત સંસ્થા દ્વારા તેની તપાસ કરાવવાની જરૂર છે. ઓછા જોખમવાળા પ્રોડક્ટ્સનું મૂલ્યાંકન ઉત્પાદક પોતે કરી શકે છે. જ્યારે મેડિકલ ડિવાઇસ, ઔદ્યોગિક મશીનો અને કેટલાક સંવેદનશીલ ઉત્પાદનોની તપાસ અધિકૃત થર્ડ-પાર્ટી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

જો સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે તો CE માર્ક સાથે ચાર અંકોનો નંબર પણ જોવા મળે છે. આ નંબર તે પ્રમાણિત સંસ્થાની ઓળખ દર્શાવે છે. આથી હવે જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ પર CE નિશાન જુઓ ત્યારે સમજી જજો કે તેનો અર્થ યુરોપિયન યુનિયનના નિયમોનું પાલન કરે છે.

યુરોપિયન યુનિયન શું છે?

યુરોપિયન યુનિયન (European Union – EU) એ યુરોપના 27 દેશોનું રાજકીય અને આર્થિક સંગઠન છે. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે વેપાર વધારવો, શાંતિ જાળવવી, લોકોની અવરજવર સરળ બનાવવી અને એકબીજા સાથે સહકાર વધારવાનો છે. હાલમાં 27 દેશો યુરોપિયન યુનિયનના સભ્ય છે. જેમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, સ્વીડન, પોલેન્ડ, આયર્લેન્ડ, પોર્ટુગલ જેવા મુખ્ય સભ્ય દેશો છે.

CE માર્ક અસલી છે કે નકલી, તે કેવી રીતે ઓળખશો?

CE લોગો જોઈને તે અસલી છે કે નકલી છે તે નક્કી કરી શકાય નહીં. અસલી CE માર્કમાં C અને E અક્ષરોનું કદ અને તેમની વચ્ચેનું અંતર યુરોપિયન ધોરણો મુજબ હોય છે. જો પ્રોડક્ટ માટે થર્ડ-પાર્ટી પ્રમાણપત્ર જરૂરી હોય, તો CE માર્કની સાથે ચાર અંકનો નંબર પણ જોવા મળે છે. જોકે દરેક CE માર્ક ધરાવતા પ્રોડક્ટ પર આ નંબર હોવો જરૂરી નથી. કારણ કે ઘણા પ્રોડક્ટ્સ માટે ઉત્પાદક પોતે જ પ્રમાણિત કરી શકે છે. અસલી CE માર્કની ખાતરી કરવા માટે ઉત્પાદકનું નામ, મોડેલ નંબર અને EU Declaration of Conformity (DoC) જેવી માહિતી તપાસવી જોઈએ. વિશ્વસનીય બ્રાન્ડ અથવા અધિકૃત વેચાણકર્તા પાસેથી ખરીદી કરવાથી નકલી પ્રોડક્ટ મળવાની શક્યતા ઓછી રહે છે.

આ પણ વાંચો, 1, 2 કે 3 એસી ચલાવવા માટે કેટલા કિલોવોટની સોલર સિસ્ટમ છે જરૂરી? લગાવતા પહેલાં સમજી લો આખું ગણિત

Follow Us