
BSNL સેટેલાઇટ ફોન, સરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં એક નવો સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે. આ સેટેલાઇટ ફોન કોમર્શિયલ (વ્યાપારી) ઉપયોગ માટે છે, સામાન્ય જનતા પરવાનગી વગર આ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરવાનગી મળ્યા બાદ જ યુઝર્સ અથવા સંસ્થાઓ આ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી શકે છે.
તમે ચાલતા-ફરતા પણ કમ્યુનિકેશન નેટવર્ક સાથે જોડાઈ શકો છો, એવા વિસ્તારોમાં પણ જ્યાં જમીની નેટવર્ક (મોબાઈલ ટાવર) હોતા નથી. તમે ગમે ત્યાં વોઈસ કોલ કરી શકો છો અને જરૂર પડ્યે ઈમરજન્સી સપોર્ટ મેળવી શકો છો. BSNL સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવા પર યુઝર્સને લાંબી બેટરી લાઈફ પણ મળે છે. સેટેલાઇટ નેટવર્ક એવા વિસ્તારો સુધી પહોંચી શકે છે જ્યાં સામાન્ય મોબાઈલ નેટવર્ક પહોંચી શકતા નથી.
આ સરકારી ટેલિકોમ કંપનીનો આ સેટેલાઇટ ફોન 1 લાખ 34 હજાર 166 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, આ કિંમતમાં ટેક્સ પણ સામેલ છે. કિંમતની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ફોન Apple iPhone 17, iPhone 17 Pro અને Samsung ના લેટેસ્ટ Galaxy S26 Ultra કરતાં પણ મોંઘો છે.
When conventional mobile networks can’t reach, the BSNL Satellite Phone keeps you connected.
Designed for challenging environments, making it an ideal solution for Defence, Maritime, Disaster Response, Mining, Remote Operations and Adventure Travel.
Why Choose BSNL Satellite… pic.twitter.com/Fc6vsahxRn
— BSNL India (@BSNLCorporate) July 9, 2026
આ સેટેલાઇટ ફોન વિશે વધુ માહિતી માટે તમે તમારી નજીકની BSNL ઓફિસની મુલાકાત લઈ શકો છો અથવા વધુ વિગતો માટે 9768866652 પર કોલ કરી શકો છો. BSNL એ એક પોસ્ટમાં જણાવ્યું છે કે આ ફોન ડિફેન્સ (સંરક્ષણ), દરિયાઈ કાર્યો, આપત્તિના સમયે મદદ, માઇનિંગ (ખનન), સરહદી કે દૂર-દરાજના વિસ્તારોમાં કામ કરતા લોકો, તીર્થયાત્રીઓ અને એડવેન્ચર ટ્રાવેલ માટે ખૂબ જ ઉત્તમ છે.
આ સેટેલાઇટ ફોન મજબૂત અને ટકાઉ છે. જો કે, જો તમે સેટેલાઇટ ફોન શોધી રહ્યા હોવ, તો તે તમને ભારતમાં એટલી સરળતાથી નહીં મળે. ભારત સરકાર કોઈપણ વ્યક્તિને સેટેલાઇટ ફોનનો ઉપયોગ એમ જ કરવાની મંજૂરી આપતી નથી. બીજી તરફ, BSNL એ દેશમાં અંદાજે 99,000 સાઇટ્સ લોન્ચ કરી છે અને યુઝર્સને 4G સર્વિસ આપવા માટે તેને શરૂ પણ કરી દીધી છે.
Published On - 9:31 pm, Thu, 9 July 26