Broadband Speed Fraud: જો તમે બ્રોડબેન્ડનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, હાઈ સ્પીડ ઈન્ટરનેટના નામે થઈ રહી છે છેતરપિંડી

|

Sep 21, 2023 | 1:24 PM

સાયબર ઠગ્સ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ અને મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ વધારવાના નામે લોકોને છેતરે છે. મેસેજ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરતા અંગત માહિતી આપવાનું કહેવામાં આવે છે. વિગતો આપ્યા બાદ મોબાઈલ નંબર પર OTP આવે છે અને OTP શેર કરવાનું કહેવામાં આવે છે.

Broadband Speed Fraud: જો તમે બ્રોડબેન્ડનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, હાઈ સ્પીડ ઈન્ટરનેટના નામે થઈ રહી છે છેતરપિંડી
Broadband Speed Fraud

Follow us on

આજના ડીજીટલ યુગમાં સાયબર ગુનેગારો એટલા હોશિયાર થઈ ગયા છે કે તે રોજેરોજ છેતરપિંડી (Cyber Crime) માટે નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. જો તમને પણ બ્રોડબેન્ડની સ્પીડ (Broadband Speed Fraud) વધારવા માટે અથવા 5G નેટવર્ક અપગ્રેડ કરવા માટે મેસેજ આવે છે, તો ધ્યાન રાખજો. હાલમાં સ્કેમર્સ લોકોને આ પ્રકારના મેસેજ કરી લાલચ આપે છે અને લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. સાયબર સેલે સાયબર ફ્રોડથી બચવા માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે.

મોબાઈલ નંબર પર આવે છે OTP

સાયબર સેલના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સાયબર ઠગ્સ બ્રોડબેન્ડ પર ઈન્ટરનેટ સ્પીડ અને ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ વધારવાના નામે લોકોને છેતરે છે. મેસેજ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરતા અંગત માહિતી આપવાનું કહેવામાં આવે છે. વિગતો આપ્યા બાદ મોબાઈલ નંબર પર OTP આવે છે અને OTP શેર કરતાની સાથે જ લોકોના ઈ-વોલેટ, મોબાઈલ નંબર અને જુદી-જુદી મેસેજિંગ એપ વિશેની સંપૂર્ણ માહિતી છેતરપિંડી કરનારાઓ પાસે પહોંચી જાય છે.

ફોટા અને વીડિયોનો થઈ શકે દુરુપયોગ

જો મોબાઈલ મેસેજિંગ એપ પર કોઈ ટુ-વે વેરિફિકેશન નથી, તો સાયબર ઠગ્સ યુઝરના નંબરનો ઉપયોગ કરીને સરળતાથી એપને તેમના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી લે છે. આ પછી, યુઝરનો બેકઅપ પણ લઈ લે છે અને ત્યારબાદ છેતરપિંડી કરનાર યુઝરના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રકમની માંગણી કરે છે.

Vastu Tips : રસોડા માટે આ દિશા માનવામાં આવે છે સૌથી શુભ, ક્યારેય નહીં આવે ધનની કમી
નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે
આ છે ભારતના ટોપ- 5 અમીર રાજ્યો- જાણો ગુજરાત ક્યા છે ?
દિશા પટનીની આ તસવીરો જોઈ ભરશિયાળે પણ છૂટી જશે પરસેવો
શું છે Starlink? જેણે વધારી છે JIO અને AIRTELની ચિંતા
વારંવાર થઈ જાય છે શરદી? આ ઘરેલુ ઉપાયથી તરત જ મળશે રાહત

આ પણ વાંચો : Reward Point Fraud: જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો રહો સાવધાન, રિવોર્ડ પોઈન્ટના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

આ રીતે રહો સાવચેત

1. ઈન્ટરનેટ સ્પીડ વધારવાની ઓફરથી લલચાશો નહીં.

2. અજાણ્યા વ્યક્તિઓ સાથે OTP શેર કરશો નહીં.

3. અજાણ્યા નંબર પરથી આવેલી લિંક પર ક્લિક કરશો નહીં.

4. તમારી અંગત માહિતી કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર કરવી નહીં.

5. જો કોઈ છેતરપિંડી થાય છે, તો તમે 1930 પર ફરિયાદ કરો.

6. આ ઉપરાંંત તમે www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article