Breaking News : X પર વીડિયો પોસ્ટ કરીને લાખો રૂપિયા જીતવાની તક! Kickstart Bonus Program ની જાહેરાત, જાણો નિયમો

X એ Video Kickstart Bonus Invite-Only Pilot Program શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ પસંદગી પામેલા કન્ટેન્ટ ક્રિએટર્સને ઓરિજિનલ વીડિયો પોસ્ટ કરવા બદલ 3,000 ડોલર (આશરે ₹2.85 લાખ) સુધીનું રિવોર્ડ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ચુકવણી વીડિયો પર મળનારા વ્યૂઝ કે એન્ગેજમેન્ટ પર આધારિત નહીં હોય.

Breaking News : X પર વીડિયો પોસ્ટ કરીને લાખો રૂપિયા જીતવાની તક! Kickstart Bonus Program ની જાહેરાત, જાણો નિયમો
X Video Kickstart Bonus
Image Credit source: Magnific
| Updated on: Oct 23, 2026 | 9:49 AM

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એક નવો પ્રોગ્રામ લઈને આવ્યું છે. જેનું નામ Video Kickstart Bonus છે. એલન મસ્કનું આ પ્લેટફોર્મ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે એક નવા ઇન્સેન્ટિવ પ્રોગ્રામનું પરીક્ષણ કરી રહ્યું છે. આ પાઇલટ પ્રોગ્રામ હેઠળ ક્રિએટર્સને X પર ઓરિજિનલ વીડિયો પોસ્ટ કરવા બદલ 3,000 ડોલર એટલે કે આશરે ₹2.85 લાખ સુધીનું રિવોર્ડ મળી શકે છે. જોકે, ક્રિએટર્સે નિયમિત રીતે વીડિયો પોસ્ટ કરવા પડશે. ચાલો, આ પ્રોગ્રામ વિશે વિગતવાર જાણીએ.

આ ક્રિએટર્સને મળશે પ્રોગ્રામમાં સામેલ થવાની તક

SpaceXAI ના ક્રિએટર પ્રોડક્ટ લીડ એલેગ્રા જાકિયાએ X પર પોસ્ટ કરીને આ પાઇલટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે X પર વીડિયો કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં Video Kickstart Bonusનો પાઇલટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ માત્ર આમંત્રણ આધારિત પ્રોગ્રામ છે, જેમાં ક્રિએટર્સને ઓરિજિનલ વીડિયો કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ રિવોર્ડ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે માત્ર આમંત્રણ મેળવનારા ક્રિએટર્સ જ આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે. ખાસ વાત એ છે કે આ પ્રોગ્રામ હેઠળ મળનારા રિવોર્ડની રકમ વીડિયો પરના વ્યૂઝ કે એન્ગેજમેન્ટ પર આધારિત નહીં હોય.

30 ઓક્ટોબર સુધી કરાવવું પડશે એનરોલમેન્ટ

X દ્વારા આ પ્રોગ્રામ માટે પસંદગી પામનારા ક્રિએટર્સ માટે કોઈ ચોક્કસ માપદંડ જાહેર કરવામાં આવ્યા નથી. તેથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને જ આમંત્રણ મળશે એવું અત્યારે કહી શકાય નહીં. જે ક્રિએટર્સને આમંત્રણ મળશે, તેઓ Creator Studioના Programs વિભાગમાં આ પ્રોગ્રામ જોઈ શકશે. તેમાં જોડાવા ઇચ્છતા ક્રિએટર્સે 30 ઓક્ટોબર, 2026 સુધીમાં એનરોલમેન્ટ કરાવવું પડશે.

એલેગ્રા જાકિયાના જણાવ્યા અનુસાર, X આગામી દિવસોમાં ક્રિએટર્સને ઈનવીટેશન મોકલવાનું શરૂ કરશે. આ પ્રોગ્રામમાં Xના અન્ય ઓરિજિનલ કન્ટેન્ટ રિવોર્ડ પ્રોગ્રામ જેવી શરતો પણ લાગુ પડતી નથી. ઉદાહરણ તરીકે, તેમાં પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, 500 વેરિફાઇડ ફોલોઅર્સ અને 5 લાખ ઇમ્પ્રેશનની જરૂરિયાત જેવી શરતો નથી.

આ નિયમોનું પાલન કરવું પડશે

Video Kickstart Bonus Programમાં ભાગ લેનારા ક્રિએટર્સે વીડિયોનું ફોર્મેટ, ઓરિજિનાલિટી અને પોસ્ટ કરવાની આવર્તન સહિતની શરતોનું પાલન કરવું પડશે.

  • વર્ટિકલ વીડિયો: દરેક વીડિયો વર્ટિકલ ફોર્મેટમાં હોવો જોઈએ.
  • વીડિયોની લંબાઈ: વીડિયો 3 મિનિટથી ઓછો હોવો જોઈએ.
  • ઓરિજિનલ કન્ટેન્ટ: ક્રિએટર દ્વારા શેર કરવામાં આવતો વીડિયો ઓરિજિનલ હોવો જરૂરી છે.
  • વોટરમાર્ક વગરનો વીડિયો: જો તમે કોઈ વીડિયો અગાઉ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો હોય, તો તેને X પર પણ શેર કરી શકો છો. જોકે, વીડિયોમાં કોઈપણ એપનો લોગો કે વોટરમાર્ક હોવો જોઈએ નહીં.
  • 15 અલગ-અલગ દિવસોમાં વીડિયો પોસ્ટ કરવા પડશે: ક્રિએટર્સે 30 દિવસના કેમ્પેન દરમિયાન ઓછામાં ઓછા 15 અલગ-અલગ દિવસોમાં 15 વીડિયો પ્રકાશિત કરવા પડશે. બધા 15 વીડિયો એક જ દિવસે પોસ્ટ કરવાથી આ શરત પૂરી થશે નહીં.

આ રીતે, Xનો આ નવો પાઇલટ પ્રોગ્રામ ઓરિજિનલ વીડિયો કન્ટેન્ટ બનાવતા ક્રિએટર્સ માટે રિવોર્ડ મેળવવાની એક તક બની શકે છે. જોકે, આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રણ મળવું જરૂરી છે અને તમામ શરતોનું પાલન કરવું પડશે.

નોંધ: આ લેખ માહિતીના આધારે પ્રકાશિત કરવામાં આવેલો છે. Xની સત્તાવાર જાહેરાતમાં રિવોર્ડની રકમ, એનરોલમેન્ટની છેલ્લી તારીખ અને પાત્રતાની શરતોની પુષ્ટિ કરી લેવી.

આ પણ વાંચો, Breaking News : ફોનમાંથી SIM કાઢશો તો WhatsApp અને Telegram થશે બંધ ! 1 જાન્યુઆરીથી લાગુ કરી શકે છે નવો SIM Binding નિયમ

Follow Us
Loading...
Unable to load recommendations.