Breaking News : UPI ફ્રી નહીં રહેવાના અહેવાલોનું સત્ય, જાણો કયા ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ અને કયા રહેશે મફત

દેશભરમાં 56 કરોડથી વધુ યુઝર્સ દરરોજ ચાની દુકાનથી લઈને મોટા શોરૂમ સુધી PhonePe, Google Pay, Paytm કે BHIM જેવી એપ્સ દ્વારા રોકડ વગર સેકન્ડોમાં ચૂકવણી કરે છે.

Breaking News : UPI ફ્રી નહીં રહેવાના અહેવાલોનું સત્ય, જાણો કયા ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ અને કયા રહેશે મફત
UPI Charges
| Updated on: Sep 16, 2026 | 8:56 AM

દેશભરમાં 56 કરોડથી વધુ યુઝર્સ PhonePe, Google Pay, Paytm અને BHIM જેવી એપ્સ દ્વારા દરરોજ કરોડો રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થયા હતા કે ₹2,000 થી વધુના UPI પેમેન્ટ પર ગ્રાહકો અથવા વેપારીઓએ ચાર્જ ચૂકવવો પડશે.

આ અફવાઓને કારણે સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરંતુ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની ગાઈડલાઈન્સ મુજબ આ દાવો સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે.

સામાન્ય બેંક ટ્રાન્ઝેક્શન 100% ફ્રી રહેશે

NPCI એ સ્પષ્ટ કર્યું છે કે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં સીધા થતા તમામ સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન (P2P અને P2M) પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. ગ્રાહકે પોતાના બચત ખાતામાંથી કોઈપણ રકમનો ક્યુઆર કોડ સ્કેન કરીને ચૂકવણી કરી હોય, તો તેના પર રૂપિયો પણ વધારાનો ચાર્જ કે MDR (Merchant Discount Rate) લાગશે નહીં.

0.4% થી 1.1% ચાર્જનો સાચો નિયમ શું છે?

ચાર્જનો નિયમ માત્ર Prepaid Payment Instruments (PPI) એટલે કે ડિજિટલ વોલેટ (જેમ કે Paytm Wallet, Amazon Pay Balance) અને UPI લિંક્ડ ક્રેડિટ કાર્ડ પર જ લાગુ પડે છે.

  • જો કોઈ ગ્રાહક વોલેટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ₹2,000 થી વધુનું મરચન્ટ પેમેન્ટ કરે, તો માત્ર વેપારી પાસેથી 0.4% થી 1.1% સુધીનો ઇન્ટરચેન્જ ચાર્જ લેવામાં આવે છે.

  • સામાન્ય ગ્રાહક પર આનો કોઈ બોજ પડતો નથી.

  • નાના વેપારીઓ કે જેમનું ટર્નઓવર મર્યાદિત છે, તેમને પણ આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને સાયબર ફ્રોડ-મુક્ત બનાવવા માટેનો ખર્ચ બેંકો અને પેમેન્ટ કંપનીઓ ભોગવે છે. ગ્રાહકો માટે UPI નો ઉપયોગ સંપૂર્ણપણે ફ્રી છે. જો કોઈ વેપારી UPI પેમેન્ટ સ્વીકારવા બદલ ગ્રાહક પાસે વધારાના પૈસા માંગે છે, તો તે નિયમોનું સીધું ઉલ્લંઘન ગણાશે.

આ પણ વાંચો, AI Retro Photo Trend : 1980s AI રેટ્રો સેલ્ફી ટ્રેન્ડની અસલી કિંમત કેટલી? તમારી એક ક્લિકથી વેડફાઈ રહ્યું છે કેટલાય લિટર પાણી અને વીજળી

 

Follow Us
Loading...
Unable to load recommendations.