Breaking News: 300% જેટલું બોનસ ! મેટાના CEO એ વફાદાર કર્મચારીઓ માટે તિજોરી તો ખોલી પરંતુ સામે 1,000 એમ્પ્લોઈને ઘર ભેગા પણ કર્યા

ટેક જગતમાં ફરી એકવાર ઉથલપાથલ થઈ છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી ટેક એક્સપર્ટમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Breaking News: 300% જેટલું બોનસ ! મેટાના CEO એ વફાદાર કર્મચારીઓ માટે તિજોરી તો ખોલી પરંતુ સામે 1,000 એમ્પ્લોઈને ઘર ભેગા પણ કર્યા
| Updated on: Jan 15, 2026 | 10:52 AM

હાલમાં ટેક ઇંડસ્ટ્રીમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એક એવો નિર્ણય લીધો છે કે, જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. મેટાએ લગભગ 1,000 કર્મચારીઓને છૂટા કરી દીધા છે અને હવે પસંદગીના કર્મચારીઓ માટે 300% સુધીના બમ્પર બોનસની જાહેરાત કરી છે.

મેટાના નિર્ણયથી ઘણા સવાલો ઊભા થયા

મેટાના આ નિર્ણયથી કોર્પોરેટ પોલિસી અને પર્ફોર્મન્સ કલ્ચર પર ઘણા સવાલો ઊભા થાય છે. જો કે, સૌથી પહેલો પ્રશ્નો એ છે કે, મેટાએ આ બેવડું વલણ કેમ અપનાવ્યું? હવે કંપની અને ઇંડસ્ટ્રી પર આની શું અસર પડશે?

એક રિપોર્ટ મુજબ, મેટા આ વર્ષે 2026 થી ચેકપોઈન્ટ (Checkpoint) નામના નવા ઇવેલ્યુએશન ફ્રેમવર્કને અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. આનો મુખ્ય હેતુ રિવ્યુ પ્રોસેસને સરળ બનાવવાનો છે.

નવા સિસ્ટમ હેઠળ મેટાએ પોતાના એમ્પ્લોયીને ચાર શ્રેણીમાં વહેંચેલ છે

  1. Outstanding: કંપની 20% એમ્પ્લોઈને આ શ્રેણીમાં રાખશે, જેમને 200% બોનસ મલ્ટિપ્લાયર મળશે.
  2. Excellent: કંપની લગભગ 70% એમ્પ્લોઈને આ શ્રેણીમાં રાખશે, જેમને 115% બોનસ મળશે.
  3. Needs Improvement: આ શ્રેણીના એમ્પ્લોઈને માત્ર 50% બોનસ મળશે.
  4. Not Meeting Expectations: આ શ્રેણીના કર્મચારીઓને કોઈ બોનસ નહીં મળે.

300% બોનસ અને મેટા અવોર્ડ

સૌથી ખાસ વાત એ છે કે, મેટા આ વખતે Meta Award ની શરૂઆત પણ કરી રહી છે. આ એવોર્ડ એ અમુક એમ્પ્લોઈને આપવામાં આવશે, જેમનું કામ ખૂબ જ સારું રહ્યું હોય. આ એવોર્ડ હેઠળ કર્મચારીને બેઝ Pay ના 300% જેટલું બોનસ મળી શકે છે.

ટેક નિષ્ણાતોનું શું કહેવું છે?

આ સાથે જ મેટાએ તેની રિયલિટી લેબ્સ (Reality Labs) ટીમમાંથી 10% વર્કફોર્સ એટલે કે લગભગ 1,000 લોકોને છૂટા કરી દીધા છે. કંપની હવે પોતાનું ધ્યાન મેટાવર્સ પ્રોજેક્ટ્સ પરથી હટાવીને AI-બેઝ્ડ વિયરેબલ્સ (wearables) અને સ્માર્ટફોન ફીચર્સ તરફ લગાવી રહી છે.

ટેક જગતના નિષ્ણાતોનું માનવું છે કે, AI ની વધતી જતી સ્પર્ધા વચ્ચે પોતાના ટોચના ટેલેન્ટને બીજી કંપનીમાં જતા રોકવા માટે મેટા આટલા મોટા બોનસનો સહારો લઈ રહી છે.

Breaking News: 731666404000… આ કોઈ નંબર નથી ‘રકમ’ છે ! મુકેશ અંબાણીને 7.3 લાખ કરોડનું નુકસાન થયું, રિલાયન્સના શેરને લઈને રોકાણકારોની ચિંતા વધી