Breaking News : દુનિયામાં પહેલી વખત Ai ચેટબોટે કોર્ટમાં વકીલને હરાવ્યો, જીત્યો 8.79 લાખ રુપિયાનો કેસ

Ai ચેટબોટે કોર્ટમાં ધમાલ બોલાવી છે. ગારફીલ્ડ એઆઈ નામના ચેટબોટે એક કેસ જીતી વકીલને હરાવ્યો છે. કંપનીનું કહેવું છે કે, આનાથી ઓછા પૈસામાં લોકોને કેસ લડવામાં મદદ મળશે.

Breaking News : દુનિયામાં પહેલી વખત Ai ચેટબોટે કોર્ટમાં વકીલને હરાવ્યો, જીત્યો 8.79 લાખ રુપિયાનો કેસ
Image Credit source: AI
| Updated on: Jun 24, 2026 | 2:07 PM

આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સે કાનુન ક્ષેત્રે શાનદાર કામ કર્યું છે. દુનિયામાં પહેલી વખત એક એઆઈ ચેટબોર્ટે કોર્ટમાં વકીલને હરાવી અંદાજે 8.79 લાખ રુપિયાનો કેસ જીત્યો છે. આ સુનાવણી બ્રિટેનમાં થઈ હતી. અહી એઆઈ પાવર્ડ લો ફર્મે વકીલનો મુકાબલો કર્યો હતો. ગારફીલ્ડ એઆઈ નામના લીગલ ચેટબોટે અંદાજે 7 હજાર પાઉન્ડનો નાનકડો કેસ જીત્યો છે.આ વાત ભવિષ્ય માટે પાયો નાખી શકે છે. જેમાં AI ચેટબોટ્સ કોર્ટ કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેશે.

AIએ ફક્ત 50,000 રૂપિયા ચાર્જ કર્યા

મોટાભાગના લોકોના મનમાં સવાલો આવ્યા હશે કે, એઆઈને કેવી રીતે કેસ જીત્યો અને કેટલો ચાર્જ લીધો હશે. રિપોર્ટ અનુસાર ગારફીલ્ડ એઆઈ તામીરેસ શાનદાર તાકીદિર નામના એક ફ્રીલાન્સ એઆરનો કેસ લડ્યો છે.

બ્રિટેનમાં કાનુની લડાઈ લડવા માટે મોટો ચાર્જ લે છે. પરંતુ એઆઈએ આ કામ અંદાજે 50 હજારમાં કર્યું હતુ.

AI ખુદ પૂર્ણ કર્યું કાનુની કામ

રિપોર્ટ અનુસાર કેસ જીતવાથી પહેલા ગારફીલ્ડ એઆઈએ કાનુની કામ ખુદે પૂર્ણ કર્યું છે. કેસ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટસ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમણે કોર્ટમાં વાતચીત માટે એક માનવ જુનિયર વકીલને હાયર કર્યો હતો. બ્રિટેનની વંડ્સવર્થ કાઉન્ટી કોર્ટમાં ગત્ત મહિને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટમાં 3 કલાક સુધી વાતચીત ચાલી હતી અને અંતે નિર્ણય ગારફીલ્ડ એઆઈની ક્લાઈમેન્ટના પક્ષમાં આવ્યો હતો. વકીલે ત્યારબાદ સ્વીકાર કર્યો કે,ગારફીલ્ડ એઆઈએ જે ડોક્યુમેન્ટ કેસ લડવા માટે તૈયાર કર્યા તે ખુબ જ સારા હતા.

AI ચેટબોટની પોતાની રેખા

  • ભલે કોઈ AI ચેટબોટ આ કેસ જીતી ગયો હોય, પણ તેની મર્યાદાઓ છે.
  • AI એ કેસ ફાઇલ તૈયાર કરી હતી, પરંતુ કોર્ટમાં દલીલો માનવ વકીલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
  • ગારફિલ્ડ હાલમાં ફક્ત 10,000 સુધીના દાવાઓ સાથે સંકળાયેલા કેસોનું સંચાલન કરે છે.
  • જોકે, તે કાયદાકીય પેઢી કરતા નોંધપાત્ર રીતે ઓછી ફી લે છે.

માનવ વકીલોના વિરોધ છતાં AI વકીલે કેસ જીત્યો હોય તેવું આ વિશ્વમાં પ્રથમ વખત બન્યું છે.કોર્ટ કેસોમાં AIનો સમાવેશ નવો નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહેલાથી જ કામ ચાલી રહ્યું છે. વિશ્વભરના દેશો કોર્ટ કાર્યવાહીમાં મદદ કરવા માટે AI સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ કોર્ટ કાર્યવાહીમાં AIનો પરિચય અને તેના સચોટ ડોક્યુમેન્ટનો સફળ ઉપયોગ એક નવી શરૂઆત છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અથવા AI, એક એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટરને માનવ બુદ્ધિ જેટલું જ સારું બનાવવા માટે રચાયેલ છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.