Breaking News: AI થી 100 કરોડ લોકોના જીવ જઈ શકે છે: બિલ ગેટ્સ, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડરે આપી ‘મોટી ચેતવણી’

વિશ્વભરમાં જ્યાં એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, તો બીજી તરફ તેના ગંભીર જોખમોને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા ઘેરી બની છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે AI ના દુરુપયોગ અંગે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે, AI નો ઉપયોગ એક અબજ લોકોના મોતનું કારણ બની શકે છે.

Breaking News: AI થી 100 કરોડ લોકોના જીવ જઈ શકે છે: બિલ ગેટ્સ, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડરે આપી મોટી ચેતવણી
Image Credit source: AI Generated
| Updated on: Sep 27, 2026 | 10:15 PM

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ને લઈને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અત્યંત ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, AI એટલું પાવરફુલ છે કે ખોટા ઈરાદા ધરાવતા લોકો તેનો ઉપયોગ એવી ઘટનાઓ માટે કરી શકે છે, જેમાં એક અબજ લોકો સુધીના મોત થઈ શકે છે. ગેટ્સે AI કંપનીઓની સેલ્ફ-રેગ્યુલેશન વ્યવસ્થાને પૂરતી નથી માની અને સરકાર પાસે કાયદો બનાવવાની જરૂરિયાત દર્શાવી છે.

AI ના સંભવિત જોખમો પર બિલ ગેટ્સે આપ્યો ‘જવાબ’

મીડિયા રિપોર્ટ અનુસાર, એક કાર્યક્રમમાં માટે આપેલા ઈન્ટરવ્યુમાં બિલ ગેટ્સને AI ના સંભવિત જોખમો વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે કહ્યું કે, AI એવી ઘટનાઓને અંજામ આપવામાં સક્ષમ થઈ શકે છે, જેમાં એક અબજ લોકોના જીવ જઈ શકે છે.

ગેટ્સનું કહેવું હતું કે, એડવાન્સ AI ટૂલ્સ અને ખરાબ દાનત ધરાવતા લોકોનું સંયોજન અત્યંત ખતરનાક બની શકે છે. તેમની વાતનો મતલબ એ નહોતો કે, AI ના કારણે નિશ્ચિતપણે એક અબજ લોકોના મોત થવાના જ છે. તેમણે આને એક સંભવિત પરિસ્થિતિ (કંડિશન) તરીકે દર્શાવી છે.

કંપનીઓના ભરોસે ન છોડી શકાય ‘AI’

ગેટ્સે AI ની સુરક્ષાને માત્ર ટેક કંપનીઓના પ્રયાસો પર છોડવા સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, AI સિસ્ટમ જેટલી વધુ શક્તિશાળી બનતી જશે, તેટલી જ જરૂરિયાત એ વાતની રહેશે કે તેના વિકાસ અને ઉપયોગ માટે સ્પષ્ટ સુરક્ષા નિયમો અસ્તિત્વમાં હોય.

તેમણે કહ્યું કે, AI ને લઈને કાયદો બનાવવો જરૂરી છે. આ ચર્ચામાં સરકાર, કાયદો અમલમાં મૂકનારી એજન્સીઓ અને રાજકારણીઓએ જોડાવું જોઈએ. તેમના મતે સુરક્ષા પદ્ધતિઓ અને મોનિટરિંગને માત્ર કંપનીઓની ઈચ્છા પર નિર્ભર રાખી શકાય નહીં.

AI નો ખોટો ઉપયોગ ‘સૌથી મોટું જોખમ’

ગેટ્સની ચિંતા માત્ર AI ના ખોટા જવાબો કે નોકરીઓ પર પડનારી અસર સુધી સીમિત નથી. તેમનો ઈશારો એ પરિસ્થિતિઓ તરફ છે, જ્યાં ખતરનાક ઈરાદા ધરાવતા લોકો AI ની ક્ષમતાઓનો ઉપયોગ મોટાપાયે નુકસાન પહોંચાડવા માટે કરી શકે છે.

AI નો ઉપયોગ સાયબર હુમલા, છેતરપિંડી, ડીપફેક અને ખોટી માહિતી જેવા કિસ્સાઓમાં પણ થઈ શકે છે. ગેટ્સ આ પહેલાં પણ AI ના કારણે આવનારા બદલાવો અને જોખમો વિશે ચેતવણી આપી ચૂક્યા છે.

AI રેગ્યુલેશન પર વધી રહી છે ‘ચર્ચા’

બિલ ગેટ્સની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે સમગ્ર વિશ્વમાં એડવાન્સ AI મોડલ્સની સુરક્ષા અને રેગ્યુલેશનને લઈને ચર્ચા તેજ બની છે. Anthropic ના CEO ડારિયો અમોડેઈએ પણ એડવાન્સ AI ના વિકાસની સ્પીડ અને સુરક્ષા ધોરણોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

AI ઈન્ડસ્ટ્રીમાં એ વાત પર ચર્ચા ચાલી રહી છે કે, સરકાર અને કંપનીઓની જવાબદારી કઈ રીતે નક્કી કરવામાં આવે? ગેટ્સના નિવેદનથી એક વાત સ્પષ્ટ છે કે, AI ની ક્ષમતાઓ વધવાની સાથે તેના સુરક્ષિત વિકાસ, દેખરેખ અને દુરુપયોગ રોકવાના નિયમો હવે ગ્લોબલ ચર્ચાનો મહત્વનો હિસ્સો બની ચૂક્યા છે.

કીબોર્ડમાં સ્પેસબાર આટલો મોટો કેમ હોય છે? માત્ર ડિઝાઇન નહીં, જાણો તેની પાછળનું ટેકનિકલ કારણ

Published On - 10:12 pm, Sun, 27 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.