Apple WWDC 2021: એપલે નવા સોફ્ટવેર અપડેટ iOS 15ની કરી જાહેરાત, યૂઝર્સને મળશે આ નવા ફીચર્સ

|

Jun 08, 2021 | 4:07 PM

iOS 15 માં ફોટોઝ એપમાં મેમરી માટે એક નવા ફીચરને ઉમેરવામાં આવ્યો છે સાથે જ ઓસીઆર ફીચરની મદદથી સરળતાથી ટેક્સ્ટ ઇમેજની ઓળખ થશે.

Apple WWDC 2021: એપલે નવા સોફ્ટવેર અપડેટ iOS 15ની કરી જાહેરાત, યૂઝર્સને મળશે આ નવા ફીચર્સ
વર્લ્ડવાઇડ ડેવલોપર્સ કૉન્ફરન્સમાં એપલની જાહેરાત

Follow us on

Apple એ વર્લ્ડવાઇડ ડેવલોપર્સ કૉન્ફરન્સમાં (WWDC) નવા સોફ્ટવેર અપડેટ iOS 15 ની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ અપડેટના આવવાથી આઇફોન યૂઝર્સને ઘણા નવા ફીચર્સ મળશે. iOS 15 માં નવા આકર્ષક ફીચર્સ હશે. નવા અપડેટથી આઇફોન વધુ સ્માર્ટ બનશે. તો જાણો જે iOS 15 ની જાહેરાત એપલે કરી છે તેનાથી યૂઝર્સને કયા ફાયદાઓ મળશે.

1.મોટાભાગના લોકો આઇફોન તેના કેમેરા અને સિક્યુરીટી ફીચર્સ માટે ખરીદે છે. iOS 15 માં ફોટોઝ એપમાં મેમરી માટે એક નવા ફીચરને ઉમેરવામાં આવ્યો છે સાથે જ ઓસીઆર ફીચરની મદદથી સરળતાથી ટેક્સ્ટ ઇમેજની ઓળખ થશે. એપલના કહેવા મુજબ આ મોડ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી જાતે જ ટેક્સ્ટ ઇમેજને ઓળખીને યૂઝર્સને તેને કોપી કરવાની મંજૂરી આપે છે.

2. iOS 15 માં નોટીફિકેશન ફીચર પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવ્યુ છે. હવે તમે આમા એક નવો ડેડિકેટેડ મોડ સેટ કરી શકો છો જેથી વારંવાર મેસેજ તમને હેરાન ન કરે. તમારા પર ફક્ત કામના મેસેજ જ આવશે. iOS 15 માં એક નવો ફોકસ મોડ પણ છે જેના ઉપયોગથી યૂઝર એક ફોકસ મોડ સેટ કરી શકશે જેમાં એક દિવસના એક નિર્ધારિત સમયમાં અમુક જ એપ નોટિફિકેશન અને એલર્ટ તમને બતાવશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

3. iOS 15 માં ફેસ ટાઇમ ફીચર્સમાં પણ અપડેટ કરવામાં આવ્યુ છે. ફેસટાઇમ દરમિયાન ઓડિયોને વધુ અસરકારક બનાવવા માટે તેમાં Spatial Audio નો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફેસટાઇમ કોલ દરમિયાન આસપાસના ઘોંઘાટની અસર તમારી વાતચીત પર નહી થાય. હવે એન્ડ્રોઇડ અને વિન્ડોઝ યૂઝર પણ વેબ પર ફેસટાઇમ કોલ જોઇન કરી શકશે.

આ પણ વાંચો – Monsoon: દરિયાકાંઠે ચોમાસાનું જોર વધ્યું, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ખરીફ પાકના વાવેતરનો ઉંચો લક્ષ્યાંક

આ પણ વાંચોWorld Brain Tumour Day 2021: સારવારમાં ના કરશો વિલંબ, જાણો સમયસર સારવાર કેમ છે જરૂરી?

આ પણ વાંચો – Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ

Next Article