સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે આદિત્ય L1, ISROએ શેયર કરી સૂર્યયાનની લેટેસ્ટ અપડેટ

|

Sep 05, 2023 | 8:02 AM

ISRO Aditya l1 : જુલાઈ મહિનાથી ભારતીય સ્પેસ સંસ્થાન ઈસરો દુનિયાની સૌથી ચર્ચામાં રહેતી સ્પેસ એજન્સી બની ગઈ છે. ચંદ્રયાન 3ની સફળ લોન્ચિંગ, ચંદ્ર પર ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ, રોવર પ્રજ્ઞાન દ્વારા મહત્વપૂર્ણ સંશોધન બાદ હવે સૂર્યયાન આદિત્ય L1ને કારણે ઈસરોની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. હાલમાં ઈસરોએ આદિત્ય L1ને લઈને મોટી અપડેટ શેયર કરી છે.

સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે આદિત્ય L1, ISROએ શેયર કરી સૂર્યયાનની લેટેસ્ટ અપડેટ
Aditya l1 latest update by ISRO
Image Credit source: ISRO

Follow us on

ISRO :    ઈસરોનું પ્રથમ સોલાર મિશન આદિત્ય L1 સૂર્ય તરફ સતત આગળ વધી રહ્યું છે. 2 સપ્ટેમ્બરે આદિત્ય l1ના (Aditya l1) સફળ લોન્ચિંગ બાદ ઈસરોના સોલાર મિશનની ઝડપ વધી છે. ઈસરોએ મંગળવારે સવારે આ મિશનને લઈને મોટી અપડેટ આપી છે. ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય l1 પર દરેકની નજર છે. ત્યારે ઈસરોના ખભા પર મોટી જવાબદારી છે.

ઈસરોએ 5 સપ્ટેમ્બરની સવારે આ મિશનની લેટેસ્ટ અપડેટ આપી છે. ISROએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પૃથ્વીની બીજી કક્ષા પહોંચવાનું કામ બેંગલુરુમાં ISTRAC સેન્ટરમાંથી પૂર્ણ કરવામાં આવ્યુ છે. ISTRAC/ISRO એ મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરમાં તેના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી તેને ટ્રેક કર્યો. હવે આદિત્ય L-1 નવી ભ્રમણકક્ષામાં 282 KM * 40225 KMના અંતરે છે.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

આ પણ વાંચો : Aditya L1: નાસા, યુરોપ, જર્મની અને જાપાનના સૌર મિશનથી કેટલું અલગ છે આદિત્ય એલ-1?, જાણો કેવી રીતે શું કામ કરશે

સૂર્યયાનને લઈને મોટું અપડેટ આવ્યું સામે


આ પણ વાંચો : ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ…..જાણો કેટલુ હાઈટેક અને સ્માર્ટ છે આદિત્ય L1

ઈસરોએ સાથે એ પણ જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરે બપોરે આદિત્ય L1 નવી કક્ષામાં જશે. જણાવી દઈએ કે ઈસરોનું આ મિશન 2 સપ્ટેમ્બરે શ્રી હરિકોટાથી લોન્ચ કર્યુ હતુ. તેનો મુખ્ય ઉદ્દેશય સૂર્ય અને પૃથ્વી વચ્ચે હાજર L1 પોઈન્ટ પર સ્થાપિત થવાનો અને સૂર્ય અંગેની મહત્વની જાણકારી પ્રાપ્ત કરવાનો છે. પૃથ્વીથી 15 લાખ કિમી દૂર L1 પોઈન્ટ પર જઈને સૂર્યયાનને કોઈ મુશ્કેલી થશે નહીં.

આ પણ વાંચો : Aditya L1 Launched : શું હોય છે સૌર તોફાન, જેનું રહસ્ય ઉકેલવા નીકળ્યું આદિત્ય L1 ?, જાણો અહીં

ઈસરોનું સૂર્યયાન આદિત્ય L1, સૂર્યના કોરાના કિરણો, L1 પોઈન્ટના વાતાવરણ અને અન્ય બાબતોનું પણ અધ્યયન કરશે. ભારતે પોતાના 76 વર્ષના ઈતિહાસમાં ક્યારેય સૂર્યને ધ્યાનમાં રાખીને કોઈ મિશન લોન્ચ કર્યુ ના હતુ. આ ભારતનું પહેલું સોલાર મિશન છે. આ પહેલા ભારતે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, મંગળયાન અને ચંદ્રયાન 3 જેવા મહત્વપૂર્ણ મિશન પાર પાડયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:01 am, Tue, 5 September 23

Next Article