Aadhaar Card Fraud: જો તમારી પાસે આધાર કાર્ડ છે તો રહો સાવધાન, માત્ર એક માહિતી અને ખાતામાંથી પૈસા ગાયબ, જુઓ Video

|

Aug 23, 2023 | 1:12 PM

હાલમાં દરેક કામ ઓનલાઈન થઈ રહ્યા છે, તેથી સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થયો છે. આજે આપણે આધાર કાર્ડ દ્વારા કેવી રીતે ફ્રોડ થાય છે તેના વિશે જાણીશું. સાથે જ છેતરપિંડીથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Aadhaar Card Fraud: જો તમારી પાસે આધાર કાર્ડ છે તો રહો સાવધાન, માત્ર એક માહિતી અને ખાતામાંથી પૈસા ગાયબ, જુઓ Video
Aadhaar Card Fraud

Follow us on

પહેલા જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે ઓળખપત્ર માંગવામાં આવે ત્યારે લોકો પોતાનું મતદાર ઓળખ કાર્ડ બતાવતા હતા. પરંતુ હવે બદલાતા સમયની સાથે તેનું સ્થાન આધાર કાર્ડે (Aadhaar Card Fraud) લીધું છે. અત્યારે લગભગ બધા જ નાણાકિય વ્યવહારો માટે આધાર કાર્ડ ફરજીયાત બની ગયું છે. બેંકમાં એકાઉન્ટ (Bank Account Fraud) ખોલાવવું હોય કે સરકારની યોજનાની સબસીડી લેવી હોય કે મોબાઈલ માટે સીમ કાર્ડ લેવું હોય કે ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કરવું હોય આધાર કાર્ડ વગર કંઈ થઈ શકતું નથી.

હાલમાં દરેક કામ ઓનલાઈન થઈ રહ્યા છે, તેથી સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થયો છે. આજે આપણે આધાર કાર્ડ દ્વારા કેવી રીતે ફ્રોડ થાય છે તેના વિશે જાણીશું. સાથે જ છેતરપિંડીથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઠગ લોકો ઈન્સ્ટન્ટ લોન લઈને ફ્રોડ કરે છે.

આધાર કાર્ડની વિગતો શેર કરતી વખતે સાવચેત રહો

તમે જ્યારે પણ તમારું આધાર કાર્ડ કોઈને આપી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમે આધાર કાર્ડ કોને આપી રહ્યા છો અને કયા ઉપયોગ માટે આપી રહ્યા છો. ફોટોકોપી આપતા હોય તો તેના પર તે કામનો ઉલ્લેખ કરો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓરિજનલ આધાર કાર્ડ ન આપો

ઘણા લોકો કોઈ કામ માટે ઓરિજનલ આધાર કાર્ડ આપે છે. પરંતુ તમારે તે કરવાની જરૂર નથી. ધ્યાનમાં રાખો કે અસલ આધાર કાર્ડ ક્યાંય જમા કરાવાની જરૂરિયાત નથી. તેથી તે કોઈને આપશો નહીં.

KYC કરાવતી વખતે ધ્યાન રાખો

આજકાલ કેવાયસીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તમારે ફક્ત બેંક અથવા વિશ્વસનીય સ્થાનોથી જ KYC કરાવવું જોઈએ. એવી જગ્યાએથી KYC ન કરાવો, જે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે અને નકલી કોલ્સથી સાવચેત રહો.

હિસ્ટ્રી ચેક કરો

સમય સમય પર તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરતા રહો. તેની મદદથી તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડનો કઈ જગ્યા પર ઉપયોગ થયો છે.

 

 

આ પણ વાંચો : PAN Card Fraud: તમારા પાન કાર્ડની વિગતો ચોરી થઈ શકે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે સાયબર ફ્રોડ, જુઓ Video

OTP શેર કરતી વખતે રહો સાવચેત

ફક્ત તમારો આધાર કાર્ડ નંબર જાણીને આધાર સંબંધિત માહિતીનો દુરુપયોગ કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આધાર નંબરનો દુરુપયોગ મોટેભાગે ત્યારે થાય છે જ્યારે લોકો તેમના મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર આવેલો OTP શેર કરે છે. તેથી કોઈને પણ તમારો OTP આપતા પહેલા સાવચેત રહો.

જો તમને કોઈ છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો તમારે સૌથી પહેલા જે બેંકમાં તમારૂ ખાતુ છે ત્યા જાણ કરો. સાથે જ ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article