અમુક શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં 5G સર્વિસ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ સાયબર (Cyber Crime) ઠગ્સે પણ તેના નામ પર છેતરપિંડી કરવાનું શરૂ કર્યું છે. 5G (5G SIM Upgrade Fraud) એકટિવ કરવા માટે સાયબર ઠગ લોકોને મેસેજ મોકલી રહ્યા છે અને ફ્રોડ કરી રહ્યા છે. યાદ રાખો કે, 5G નો ઉપયોગ કરવા માટે સિમ કાર્ડને અપગ્રેડ કરવાની જરૂરિયાત નથી. સ્કેમર્સ લોકોને લિંક્સ મોકલી રહ્યા છે, જેમાં યુઝર્સને નેટવર્કને 4G થી 5G પર અપગ્રેડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
5Gને લઈને મોટાભાગના શહેરોના મોબાઈલ યુઝર્સને સાઈબર ઠગ્સ તરફથી મેસેજ આવવા લાગ્યા છે. જેમાં 5G સિમ અપગ્રેડ અને નેટવર્ક ઇશ્યુનો એવો મેસેજ છે જે વાંચીને તમે વિશ્વાસ કરશો. 4G નેટવર્કને 5G નેટવર્કમાં રૂપાંતરિત કરવા અને પ્રોસેસિંગના નામે કેટલાક લોકોને લિંક્સ મોકલવામાં આવી રહી છે.
મોબાઈલ યુઝર્સને 4G નેટવર્કથી 5G નેટવર્કમાં અપગ્રેડ કરવા માટે કહેવામાં આવે છે. લોકો મેસેજ સાથેની લિંક પર ક્લિક કરે છે. ત્યારબાદ સાયબર ગુનેગારો લિંક દ્વારા ફોનને હેક કરે છે અને ફોનનો ડેટા ચોરી લે છે.
તમે લિંક પર ક્લિક કરો કે તરત જ ઠગ તમને ત્રણ અંકનો નંબર આપે છે અને તમને તમારા મોબાઇલ પર ડાયલ કરવાનું કહે છે. આ કર્યા પછી, ઠગ યુઝરને આ ત્રણ નંબરો પછી 10 અંકનો મોબાઇલ નંબર દાખલ કરવા માટે કહે છે. ત્યારબાદ આ નંબર ડાયલ કરવાનું કહેવામાં આવે છે. આવું થતાંની સાથે જ યુઝરના મોબાઈલમાં હાજર ઈ-વોલેટ અને મેસેજિંગ એપ વિશેની માહિતી સાયબર ઠગ્સ પાસે જાય છે.
તેઓ સરળતાથી તમારા મોબાઈલ વોલેટ અને મેસેજિંગ એપનો ક્લોન તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરી લે છે. ક્લિક કર્યા પછી, ઠગ સરળતાથી બેંક ખાતા સાથે જોડાયેલ ફોન નંબર જાણી લે છે. આ સિવાય છેતરપિંડી કરનારા ઈમેલ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સહિતની તમામ અંગત માહિતી લઈને છેતરપિંડી કરી શકે છે.
આ પણ વાંચો : Aadhaar Card Fraud: જો તમારી પાસે આધાર કાર્ડ છે તો રહો સાવધાન, માત્ર એક માહિતી અને ખાતામાંથી પૈસા ગાયબ, જુઓ Video
1. 5G માટે સિમ અપગ્રેડનો મેસેજ આવે તો સાવચેતી રાખો.
2. તમને કોઈ અજાણ્યો મેસેજ અને લિંક મળે તો ક્લિક કરવું નહીં.
3. ID, PIN, પાસવર્ડ, CVV કોડ, OTP જેવી માહિતી આપવી કે ભરવી નહીં.
4. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
5. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો