ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની 4 ઘટના, જાણો શા માટે લાગી રહી છે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ

|

Apr 02, 2022 | 2:35 PM

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તમિલનાડુમાંથી પણ એક ગંભીર કેસ નોંધાયો હતો જ્યાં ઘરમાં પાર્ક કરેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતાં પિતા અને તેની પુત્રીનું મૃત્યુ થયું હતું.

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની 4 ઘટના, જાણો શા માટે લાગી રહી છે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ
4 cases of fire in electric scooter (Google)

Follow us on

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઘણા લોકો ઇલેક્ટ્રિક વાહનો(Electric Vehicle)તરફ વળ્યા છે. ઘણી કંપનીઓ ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric Scooter)લોન્ચ કરી રહી છે. પરંતુ હવે દેશમાં ઘણા દિવસોથી અલગ અલગ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેના કારણે ઇલેક્ટ્રિક સ્કૂટરની સુરક્ષાને લઈને અનેક રીતે સવાલો ઉભા થયા છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગ પછી સવાલ એ ઊભો થાય છે કે ઓટોમોબાઈલ કંપનીઓ કેટલી સેફ્ટી કોન્શિયસ છે. હવે નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. તાજેતરમાં, ચેન્નાઈની બહારના ભાગમાં માથુર ટોલ પ્લાઝા પાસે પ્યોર EV બ્રાન્ડનું ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. જેમાં પાર્ક કરેલા સ્કૂટરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો.

અગાઉ અનેક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તમિલનાડુમાંથી પણ એક ગંભીર કેસ નોંધાયો હતો જ્યાં ઘરમાં પાર્ક કરેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતાં પિતા અને તેની પુત્રીનું મૃત્યુ થયું હતું. તેની શરૂઆત સૌથી પહેલા દિગ્ગજ ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરથી થઈ હતી, જ્યારે Ola S1 Proમાં આગનો વીડિયો સામે આવ્યો હતો. 31-સેકન્ડના વીડિયોમાં, Ola S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટર એક ફૂટપાથ પર ઊભું હતું, જેમાં જ્વાળાઓ અને ધુમાડો નીકળી રહ્યો હતો.

ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું કારણ શું છે?

કંપનીના જણાવ્યા અનુસાર આ ઘટના પુણેમાં બની હતી અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ એમ પણ કહ્યું કે સ્કૂટરનો ડ્રાઈવર સંપૂર્ણપણે સુરક્ષિત છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જોકે એવું માનવામાં આવે છે કે લિથિયમ-આયન બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

તેનું એક મુખ્ય કારણ ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી લિથિયમ-આયન બેટરી પણ હોઈ શકે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વપરાતા લિ-આયન બેટરી પેકની થર્મલ કાર્યક્ષમતાની ભારે ટીકા કરવામાં આવે છે અને તે મોટાભાગે ચીનમાંથી મેળવવામાં આવે છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટ સેફ્ટી (CFEES)ને આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે અને આ રીતે ઉકેલ શોધી કાઢવામાં આવશે.

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની 4 ઘટના

25 માર્ચના તમિલનાડુના વેલ્લોરમાં ઓકીનાવાના ઈ-સ્કૂટરમાં આગ લાગી હતી. તેમજ 26 માર્ચ પૂણેમાં ઓલાડના S1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બની હતી. 28 માર્ચ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં ઓકીનાવાના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગની ઘટના સામે આવી હતી. ત્યારે 30 માર્ચ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પ્યોરના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.

ક્યા કારણે લાગી આગ

આગ લાગવાનું કારણ તો હાલ સામે આવ્યું નથી પરંતુ અહેવાલ અનુસાર આગ લાગવાનું સૌથી મુખ્ય કારણ સ્કૂટરોની બેટરીઓ છે. ઈ-સ્કૂટરોમાં આગ લાગ્યા પછી એની બેટરીઓમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા છે. તેથી બેટરીના કારણે આગ લાગવાની શક્યતા હાલ વર્તાય રહી છે.

આ પણ વાંચો: Tech News: UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો નવો રેકોર્ડ, 1 ટ્રિલિયન ડોલર કરતાં વધી ગયું ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય, તેનો અર્થ જાણો

આ પણ વાંચો:WhatsApp ચેટબોટની પહોંચ વધારવાની યોજનામાં મેટા, ભારતીય વ્યવસાયને ઓનલાઈન સ્કેલ કરવા થશે મદદરૂપ

Next Article