10 સેકેંડનો Video 48 કરોડમાં વેચાયો, જાણો શું છે ખાસ આ વિડીયોમાં
Video

Follow us on

10 સેકેંડનો Video 48 કરોડમાં વેચાયો, જાણો શું છે ખાસ આ વિડીયોમાં

| Edited By: | Updated on: Mar 02, 2021 | 8:09 PM

આ ખાસ Video બીપલ નામના ડિજિટલ આર્ટીસ્ટે બનાવ્યો છે. આ 10 સેકંડનો Video હાલમાં 6.6 મિલિયન ડોલર એટલે કે 48.42 કરોડ રૂપિયામાં વેચાયો છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે 10  સેકેંડના Video થી માણસ કેટલા રૂપિયા કમાઈ શકે છે? તમે પણ આવા ઘણા શોર્ટ Video બનાવ્યા હશે. પરંતુ તેમાંથી કોઈ પણ Video દ્વારા પૈસા કમાવવા માટેનો વિચાર કર્યો નહિ હોય. આવા ઘણા વિડીયો તમારા ફોનમાં એમ, જ પડ્યા રહેતા હશે. આવા જ એક  10 સેકન્ડનો વીડિયો દ્વારા વિડીયો બનાવનારે 48.42 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

48 કરોડમાં વેચાયો આ ખાસ વિડીયો 
આ વાત ઓક્ટોબર 2020ની છે. અમેરિકાના મિયામીમાં રહેતા ડિજિટલ કલાકારે આ 10 સેકેંડના કલાત્મક વિડિઓ પર 67 હજાર ડોલર એટલે કે 49.13 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. હવે તેણે આ વિડિઓ વેચી દીધો છે. આ 10 સેકંડનો વીડિયો હાલમાં 6.6 મિલિયન ડોલર એટલે કે 48.42 કરોડ રૂપિયામાં વેચાયો છે. આવો જાણીએ કે આ વિડિઓમાં શું ખાસ છે?

કોણે બનાવ્યો અને કોણે ખરીદ્યો આ ખાસ વિડીયો?
આ ખાસ વિડીયો બીપલ નામના ડિજિટલ આર્ટીસ્ટે બનાવ્યો છે. તેનું મૂળ નામ માઇક વિકેલમેન છે. પાબ્લો રોડરિગ્ઝ ફ્રેઇલ નામના યુવાને આ વિડીયો ખરીદ્યો છે. રોયટર્સે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડિઓ શેર કર્યો છે. તેનું અસલી નામ માઇક વિકેલમેન છે. આ વિડિઓઝને બ્લોકચેન નામની સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. આને નોન-ફંજિબલ ટોકન (NFT) કહે છે.

કેવી રીતે બને છે આ વિડીયો? 
આ ખાસ વિડીયો બનાવવા માટે ટેકનોલોજીને આધારે  ઘણી બધી વસ્તુઓ પર કામ કરવું પડે છે. ઘણા લોકો તેમાં રોકાણ પણ કરે છે. કારણ કે આવા ખાસ વિડીયો NFT ડિજિટલ પ્લેટફોર્મ પર જ રહે છે. જો કોઈને આવું ખાસ કામ ગમતું હોય તો કરોડો રૂપિયા મળી શકે છે. જેનું આ તાજું ઉદાહરણ છે. બ્લોકચેન ટેકનોલોજીને કારણે આવા વિડીયોનું ઓનલાઈન ડુપ્લિકેશન એટલે કે કોપી કરવી શક્ય નથી.

શું છે ખાસ આ વિડીયોમાં ? 
આ વિડીયો આર્ટ કલેક્ટર પાબ્લો રોડરિગ્ઝ ફ્રેઇલે ખરીદ્યો છે. પાબ્લોએ જણાવ્યું છે કે તે બીપલના કામથી ખૂબ પ્રભાવિત હતો તેથી પ્રથમ તેની પાસેથી આ વિડીયોનું આર્ટ વર્ક ખરીદ્યું. આ કલાત્મક વીડિયોમાં જોઈ શકાય છે કે એમરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પડી ગયા છે. તેના શરીર પર ઘણા બધા ટેટૂ બનાવવામાં આવ્યા છે, નારા લખ્યા છે. એક પક્ષી પણ તેના શરીર પર બેસે છે જે ટ્વિટરનો નિર્દેશ કરે છે.