Tech News: UPI Server Down થતાં પેમેન્ટમાં સર્જાઈ મુશ્કેલી, યુઝર્સએ ટ્વીટર પર કરી ફરિયાદ, NPCIએ ટ્વીટ કરી જણાવ્યું કારણ

|

Apr 25, 2022 | 9:31 AM

UPI Server Down: યુપીઆઈ (UPI) સર્વર રવિવાર રાત્રે 8 વાગ્યા આસપાસ ડાઉન થઈ ગયું હતું, જેના કારણે વપરાશકર્તાને ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો.

Tech News: UPI Server Down થતાં પેમેન્ટમાં સર્જાઈ મુશ્કેલી, યુઝર્સએ ટ્વીટર પર કરી ફરિયાદ, NPCIએ ટ્વીટ કરી જણાવ્યું કારણ
Symbolic Image

Follow us on

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સર્વર રવિવારે ઘણા વપરાશકર્તાઓ માટે ડાઉન રહ્યું. આના કારણે PhonePe, Google Pay અને Paytm જેવી મોટી UPI એપ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં ગ્રાહકોને સમસ્યા ઉભી થઈ હતી. યુઝર્સે ફરિયાદ કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. આ વર્ષે બીજી વખત UPI સર્વર ડાઉન (UPI Server Down) થયું છે. અગાઉ 9 જાન્યુઆરીએ પણ ગ્રાહકોએ સર્વર ડાઉનની ફરિયાદ કરી હતી. ત્યારે NPCIએ આ અંગે ટ્વીટ કરી જણાવ્યું છે કે ‘UPI સેવાઓ રાબેતા મુજબ કામ કરી રહી છે. બની શકે કે આજે રાત્રે 8 વાગ્યાની આસપાસ કેટલાક યુઝર્સને UPIનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. કેટલાક UPI ઇકોસિસ્ટમ ભાગીદારો સાથેની અસ્થાયી સમસ્યા ઉકેલાઈ ગઈ છે.’

યુપીઆઈ (UPI)સર્વર રવિવાર રાત્રે 8 વાગ્યા આસપાસ ડાઉન થઈ ગયું હતું, જેના કારણે વપરાશકર્તાને ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. લગભગ એક કલાક સર્વર ડાઉન થતાં તેને ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ સમય દરમિયાન યુપીઆઈ બેસ્ડ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરતા યુઝર્સને મુશ્કેલી પડી રહી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આપને જણાવી દઈએ કે UPI એ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. ભારતના 60 ટકાથી વધુ છૂટક વ્યવહારો આ સેવા પર નિર્ભર છે. આ સેવાની મદદથી, નાનામાં નાની ચૂકવણી પણ ઝડપથી કરવામાં આવે છે. UPIની મદદથી માત્ર માર્ચ મહિનામાં જ દેશમાં 540 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે. આમાં લગભગ 9.60 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. હાલમાં, યુપીઆઈ દ્વારા મોટાભાગની ચુકવણીઓ માત્ર ઓછા મૂલ્યની છે. દેશમાં, 75 ટકા UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન રૂ. 100થી ઓછી કિંમતના થાય છે.

બીજી વખત UPI સર્વર ડાઉન

આ વર્ષે UPI આ બીજી વખત છે જ્યારે સર્વર ડાઉન થયું છે. અગાઉ આ પેમેન્ટ સર્વિસ 9 જાન્યુઆરી 2022ના રોજ ડાઉન થઈ હતી.
કેટલાય યુઝર્સે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર UPI સેવા બંધ થવાની ફરિયાદ કરી હતી. સર્વર ડાઉનને કારણે Paytm, PhonePe અને Google Pay જેવી એપ પર UPI પેમેન્ટ સર્વિસ કામ કરી રહી ન હતી.

યુઝર્સનું કહેવું હતું કે, PhonePe અને Paytm જેવી એપ પર પેમેન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણી વખત આ ચુકવણીઓ પણ નિષ્ફળ રહી હતી. ત્યારે UPI સર્વિસ ડાઉન હોવાને કારણે ઘણા યુઝર્સે ટ્વિટર પર તેની ફરિયાદ કરી હતી. લોકોએ આ ટ્વીટ્સમાં NPCI અને લોકપ્રિય UPI પેમેન્ટ એપ્સને પણ ટેગ કર્યા છે.

આ પણ વાંચો: Tech Tips: હવે WhatsApp સ્ટેટસમાં લગાવી શકાય છે લોકેશન સ્ટિકર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: Viral Video: છોકરીના વાળમાં ફસાઈ ગયો નાનો સાપ, જુઓ પછી શું થયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article