Tech Tips: આ રીતે જુઓ કોઈનું પણ WhatsApp Status, Seen માં નહીં જોવા મળે તમારૂ નામ

|

Apr 14, 2022 | 11:23 AM

વોટ્સએપ સ્ટેટસ (WhatsApp status)પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી જેવું છે. વોટ્સએપમાં એક એવું ફીચર છે, જેની મદદથી તમે કોઈનું સ્ટેટસ જોઈ શકશો અને સીનમાં તમારું નામ દેખાશે નહીં.

Tech Tips: આ રીતે જુઓ કોઈનું પણ WhatsApp Status, Seen માં નહીં જોવા મળે તમારૂ નામ
Symbolic Image

Follow us on

આજકાલ દરેક વ્યક્તિ પોતાની પર્સનલ સ્પેસને લઈને ખૂબ જ સભાન છે. ઘણીવાર લોકો નથી ઈચ્છતા કે કોઈ તેમનો વારંવાર સંપર્ક કરે. ઘણી વખત લોકો અન્ય લોકોનું વોટ્સએપ સ્ટેટસ (WhatsApp Status) ખોલતા નથી કારણ કે ક્યાંક તેમને સામેની વ્યક્તિ સાથે વાત કરવા પડી જાય. પરંતુ વોટ્સએપ પર એક એવું ફીચર પણ છે, જેની મદદથી તમે કોઈનું સ્ટેટસ જોઈ શકો છો, અને સામેવાળાને જાણ પણ નહીં થાય. એટલે કે, તમે સ્ટેટસ પણ જોશો, અને સામે વાળાના સીનમાં તમારું નામ પણ નહીં હોય. ચાલો જાણીએ કે કેવી રીતે.

મિત્રોને જાણ વિના તેમનું સ્ટેટસ આ રીતે જુઓ

સૌથી પહેલા WhatsApp સેટિંગ્સમાં જાઓ
હવે સેટિંગ્સમાં એકાઉન્ટ ટેબ ખોલો
તેમા પ્રાઈવેસી પર ટેપ કરો અને રીડ રિસિપ્ટ્સ વિકલ્પ પર નીચે સ્ક્રોલ કરો
લોકોને તેમની ચેટ અને WhatsApp જોવાથી રોકવા માટે તેને ટૉગલ કરો

હવે આ ઓપ્શનની ખાસ વાત એ છે કે તે તમારી સ્ટેટસ પોસ્ટ પરના વ્યૂને પણ છુપાવશે. એટલે કે તમારું વોટ્સએપ સ્ટેટસ કોણે જોયું છે તે જોવું તમારા માટે શક્ય નથી. જો તમે આ બધું ફરીથી બદલવા માંગો છો, તો તમે તમારા સેટિંગ્સમાં જઈને રીડ રિસિપ્ટ ચાલુ કરી શકો છો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ ઉપરાંત મેટાનું મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp તેના યુઝર્સ માટે એક નવું ડ્રોઈંગ ટૂલ ફીચર રજૂ કરી શકે છે. WABetaInfo અનુસાર, કંપની iOS માટે WhatsApp માં કેટલાક લોકો માટે નવું ડ્રોઈંગ ટૂલ, બહાર પાડી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “WhatsApp આ ફીચરને કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રોલ આઉટ કરી રહ્યું છે. જો કે, પછીના સમયગાળા માટે કેટલાક વધુ એક્ટિવેશનની યોજના છે. આ નવું ફિચર્સ એન્ડ્રોઇડ 2.22.3.5 અપડેટમાં જ ઉપલબ્ધ થશે. જેમાં WhatsApp ત્રણ નવા ડ્રોઈંગ ટૂલ્સ રજૂ કરશે. આ પ્લાનમાં બે નવી પેન્સિલ અને બ્લર ટૂલ ઉમેરવામાં આવશે.”

આ ટુલમાં શું અલગ હશે?

આપને જણાવી દઈએ કે બ્લર ટૂલ iOS માટે WhatsApp પર પહેલેથી જ ઉપલબ્ધ છે. આ નવા ટૂલમાં ડ્રોઇંગ એડિટર માટેનું આ નવું ઇન્ટરફેસ ફક્ત કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. જોકે બાદમાં તે દરેક માટે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, તે કેટલાક લોકો માટે Android માટે WhatsApp બીટા પર પણ લોન્ચ કરશે.

આ પણ વાંચો: Funny Video: વાંદરાએ યુવકના વાળ પકડી ચખાડ્યો મેથીપાક, લોકોએ કહ્યું ‘હજુ કરો સળી’

આ પણ વાંચો: Video: પુલ પર ચાલતી ગાડીમાંથી નીચે કુદ્યો શખ્સ, ખતરનાક સ્ટંટ અને હિમ્મત જોઈ લોકો દંગ રહી ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article