Jio અને Airtelના છૂટશે પરસેવા ! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી

સરકારી ટેલિકોમ કામોની BSNL અને પ્રાઇવેટ કંપની વોડાફોન આઇડિયા (Vi)એ હથ મિલવવાની તૈયારી કરી લીધી છે. જો આ બંને કંપનિઓ સાથેઆવશે તો એક તરફ યુઝર્સને મોટો ફાયદો થશે તો બીજી તરફ Jio અને Airtel પર પડકારો ઊભા થશે. BSNL અને વોડાફોન આઇડિયા (Vi) બંને કંપનીઓ ટાવર અને સ્પેક્ટ્રમ શેરિંગ પર વાતચીત ચાલી રહી છે.

Jio અને Airtelના છૂટશે પરસેવા ! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 24, 2026 | 3:23 PM

રિપોર્ટ અનુસાર, BSNL અને Vi વચ્ચે સ્પેક્ટ્રમ, ટાવર અને ફાઇબર શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે. જો આ વાતચીત સફળ થશે, તો બંને કંપનીઓના યુઝર્સ માટે તે ફાયદાકારક રહેશે.

બંને કંપનીઓ સાથે કેમ આવવા માંગે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને કંપનીઓએ પોતાના ખર્ચ ઘટાડવા, યુઝર્સને વધુ સારી સુવિધા આપવા અને 5G કનેક્ટિવિટીને ઝડપથી રોલઆઉટ કરવા માટે વાતચીત શરૂ કરી છે. બંને કંપનીઓ ટાવરથી લઈને સ્પેક્ટ્રમ શેર કરવા સુધીની ચર્ચા કરી રહી છે. સરકાર તરફથી પણ આ વાતચીતની પુષ્ટિ કરવામાં આવી છે. સંચાર અને માહિતી ટેકનોલોજી સાથે જોડાયેલી સંસદીય સમિતિએ ટેલિકોમ વિભાગને બંને કંપનીઓની વાતચીતમાં મદદ કરવા જણાવ્યું છે.

આનાથી શું ફાયદો થશે ?

રિપોર્ટ્સ અનુસાર, સંસદીય સમિતિનું માનવું છે કે બંને કંપનીઓ વચ્ચે સમજૂતી થવાથી યુઝર્સને વધુ સારી સેવાઓ મળી શકશે અને કંપનીઓ પણ પોતાની 5G સેવાઓને ઝડપથી રોલ આઉટ કરી શકશે. જોકે, સરકારે આ વાતચીતમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે આ અંગેનો અંતિમ નિર્ણય બંને કંપનીઓએ પોતે જ લેવો પડશે.

BSNL અને Vi બંને સામે પડકારોનો પહાડ

BSNL અને Vi બંને સામે પડકારોનો પહાડ છે. બંને કંપનીઓન યુઝર્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. નેટવર્ક કવરેજની સમસ્યા અને દેશભરમાં 5G કનેક્ટિવિટી ના આપવાને કારણે બંને કંપનીના યુઝરો Jio અને Airtel તરફ વળ્યા છે. બીજી તરફ BSNL અને Vi સાથે આવી જાશે, તો Jio અને Airtel માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

દુનિયાનો આ દેશ કે જ્યાં આજ સુધી નથી પહોંચ્યું ઈન્ટરનેટ, જાણો તો ઈન્ટરનેટ વગર અહીં કેવી રીતે થાય છે કામ?

Published On - 3:23 pm, Tue, 24 March 26

Follow Us