Tech Tips: Laptop ની બેટરી લાઈફ વધારવા માટે ફોલો કરો આ 5 પ્રેક્ટિકલ ટિપ્સ

|

Apr 17, 2022 | 8:01 AM

How to Increase Laptop Battery Life: લેપટોપ ઓછી બેટરી બેકઅપ (Battery Backup) આપવા લાગે ત્યારે શું કરવું ? આજે અમે તમને લેપટોપની બેટરી બેકઅપ વધારવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ 5 ખાસ પ્રેક્ટિકલ ટિપ્સ.

Tech Tips: Laptop ની બેટરી લાઈફ વધારવા માટે ફોલો કરો આ 5 પ્રેક્ટિકલ ટિપ્સ
Laptop Tips and Tricks (PC: iStock)

Follow us on

ઓફિસ વર્કથી લઈને ઓનલાઈન ક્લાસીસ (Online Classes)સુધીનું મોટા ભાગનું કામ લેપટોપ(Laptop) પર થઈ શકે છે. એટલું જ નહીં, જો તમે બેસીને કંટાળી ગયા હોવ તો લેપટોપની મદદથી તમે સૂઈને પણ કામ કરી શકો છો. પરંતુ જ્યારે લેપટોપની બેટરી થાકી જવા લાગે એટલે કે લેપટોપ ઓછી બેટરી બેકઅપ (Battery Backup)આપવા લાગે ત્યારે શું કરવું? આજે અમે તમને લેપટોપની બેટરી બેકઅપ વધારવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ 5 ખાસ પ્રેક્ટિકલ ટિપ્સ.

પાવર સેવર મોડ: લેપટોપમાં લાંબા સમય સુધી બેટરીનો ઉપયોગ કરવા માટે, તમે તેમાં પાવર સેવિંગ મોડનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર મોટાભાગના લેપટોપની અંદર હોય છે, જો તમને તે દેખાતું નથી, તો તમે સર્ચ બારમાં બેટરી સેવર શોધી શકો છો. ઉપરાંત, તમે ઓટોમેટિક બેટરી સેવિંગને કસ્ટમાઇઝ કરી શકો છો.

સ્ક્રીન ઑફ ટાઈમ ઘટાડવોઃ જો તમે વધુ બેટરી બચાવવા ઈચ્છો છો, તો આ માટે તમે લેપટોપમાં હાજર સેટિંગની મદદથી અથવા સર્ચ કરીને પાવર અને સ્લીપ મોડ પસંદ કરી શકો છો. આમાં, યુઝર્સ બેટરી પર લેપટોપની સ્ક્રીન ક્યારે બંધ થાય તે સેટ કરી શકે છે. સાથે જ તેમાં સ્લીપ મોડ પણ આપવામાં આવ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમે બેટરી એનાલાઈઝર એપનો પણ ઉપયોગ કરી શકો છોઃ જ્યારે બેટરી બેકઅપની સમસ્યા હોય ત્યારે યુઝર્સ લેપટોપમાં બેટરી એનાલાઈઝરનો ઉપયોગ પણ કરી શકે છે. આના પરથી વધુ બેટરીનો વપરાશ કરતા સોફ્ટવેરની માહિતી મળી શકે છે.

લેપટોપને સંપૂર્ણ ડિસ્ચાર્જ કરતા પહેલા ચાર્જ કરો: લેપટોપની બેટરીને ચાર્જ રાખવી જોઈએ, હંમેશા લેપટોપની બેટરી ડિસ્ચાર્જ થાય તે પહેલા તેને ચાર્જ કરો.

લેપટોપને ઠંડી જગ્યાએ રાખો: જો તમે લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને વધુ ગરમીવાળી જગ્યાએ ન રાખો. લેપટોપની બેટરી ગરમ થવાને કારણે બેટરી બેકઅપ પર પણ અસર થાય છે. તેથી લેપટોપને ઠંડી જગ્યાએ રાખો.

આ પણ વાંચો: Tech Tips: જાણવા માગો છો કે Instagram પર તમારી પહેલી કમેન્ટ્સ શું હતી? તો ફોલો કરો આ ટિપ્સ

આ પણ વાંચો: Tech News: Chrome ના ડેસ્કટોપ વર્ઝન માટે Google Lens લાવી રહ્યું છે નવા ફીચર્સ, મળશે આ સુવિધા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:01 am, Sun, 17 April 22

Next Article