Tech News: Chrome ના ડેસ્કટોપ વર્ઝન માટે Google Lens લાવી રહ્યું છે નવા ફીચર્સ, મળશે આ સુવિધા

|

Apr 16, 2022 | 8:55 AM

આ નવા ટૂલ્સ હવે Windows, Chrome OS અને Mac માટે ક્રોમ (Chrome) પર પણ ઉપલબ્ધ છે. ક્રોમના ડેસ્કટોપ વર્ઝન પર ગૂગલ લેન્સ સર્ચ રિઝલ્ટ પેજ ત્રણ નવા વિકલ્પો દર્શાવે છે.

Tech News: Chrome ના ડેસ્કટોપ વર્ઝન માટે Google Lens લાવી રહ્યું છે નવા ફીચર્સ, મળશે આ સુવિધા
Google Lens (Google)

Follow us on

ગૂગલે (Google)ક્રોમના ડેસ્કટોપ વર્ઝન (Chrome Desktop Version)માં ગૂગલ લેન્સ માટે ઘણા નવા ફચર્સ રજૂ કર્યા છે. હવે આની મદદથી તમે ઈમેજ સર્ચ ઉપરાંત ટેક્સ્ટ, ટ્રાન્સલેટ અને ફાઈન્ડ ઈમેજ સોર્સ ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર્સ સ્માર્ટફોન માટે ગૂગલ એપ પર ઘણા સમયથી ઉપલબ્ધ છે. આ નવા ટૂલ્સ હવે Windows, Chrome OS અને Mac માટે Chrome પર પણ ઉપલબ્ધ છે. ક્રોમના ડેસ્કટોપ વર્ઝન પર ગૂગલ લેન્સ સર્ચ રિઝલ્ટ પેજ ત્રણ નવા વિકલ્પો દર્શાવે છે.

ટેક્સ્ટ ટૂલ

ટેક્સ્ટ ટૂલ આપમેળે ઇમેજમાંના ટેક્સ્ટને ઓળખે છે, અને તમને ટેક્સ્ટ પસંદ કરવાની મંજૂરી આપે છે. પછી તમે પસંદ કરેલ ટેક્સ્ટની કોપી કરી શકો છો અથવા સાંભળી શકો છો. વધુમાં, તેનો ઉપયોગ અન્ય Google સર્ચ કરવા માટે થઈ શકે છે.

ટ્રાન્સલેશન ટૂલ

ઇમેજમાંથી કોપી કરેલ ટેક્સ્ટને ગૂગલ ટ્રાન્સલેટ સાઇટ પર અલગથી ખોલી શકાય છે. આ સિવાય ત્યાં એક ડેડિકેટેડ ટ્રાંસલેશન ટૂલ છે જે મોબાઇલ એપ્લિકેશન જેવું જ UI ખોલે છે. Google લેન્સ ઓટોમેટિક ભાષાને શોધવા માટે પ્રોગ્રામ કરેલ છે. જો કે, તમે મેન્યુઅલી પણ ભાષા પસંદ કરી શકો છો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ફાઈન્ડ ઈમેજ સોર્સ

ફાઈન્ડ ઈમેજ સોર્સ તમને Google ઈમેજ પર લઈ જાય છે. કહેવાય છે કે, આ વિકલ્પને ઈમેજ સર્ચ સંપૂર્ણપણે Google લેન્સ સાથે બદલવાથી સર્જાતી સમસ્યાને ઠીક કરવા માટે ઉમેરવામાં આવ્યું છે. આ ટૂલ તમને કોઈ વેબપેજની ઈમેજ અથવા સ્ક્રીનશોટને Google Images પર અપલોડ કરવાની અને પરિણામો શોધવાની મંજૂરી આપે છે.

તાજેતરના અહેવાલમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે ડેસ્કટોપ પર ક્રોમ માટે ગૂગલ સર્ચ હોમપેજ પર ગૂગલ લેન્સ ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે. ક્રોમ પર Incognito Mode માં સર્ફિંગ કરતી વખતે લેન્સ આઇકન google.com પર જોવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: Viral: લડાઈ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા દાદા-દાદી, પોલીસના સમાધાનના અંદાજે લોકોનું દીલ જીતી લીધું

આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article