Tech Tips: Google એ Meet માં આપ્યું એક નવું ફીચર, જો તમે મીટિંગ છોડવાનું ભૂલી જશો તો તમને મળશે રિમાઇન્ડર

|

Apr 10, 2022 | 12:52 PM

ગૂગલે વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ગૂગલ મીટ (Google Meet)માં એક નવું ફીચર રજૂ કર્યું છે. આ સાથે, જો યુઝર્સ મીટિંગ છોડવાનું ભૂલી જાય છે, તો તેમને સ્ક્રીન પર રિમાઇન્ડર દેખાશે.

Tech Tips: Google એ Meet માં આપ્યું એક નવું ફીચર, જો તમે મીટિંગ છોડવાનું ભૂલી જશો તો તમને મળશે રિમાઇન્ડર
Google Meet (Google)

Follow us on

આ દિવસોમાં વર્ચ્યુઅલ મીટિંગ્સ ખૂબ સામાન્ય બની ગઈ છે. દરરોજ આપણે કોઈ ને કોઈ મિટિંગમાં રહીએ છીએ. ત્યારે ક્યારેક એવું બનતું હોય છે કે મીટિંગ્સમાંથી બધા નીકળી ગયા હોય અને તમે એક જ રહ્યા હોય ત્યારે ગુગલનું નવું ફિચર કામ આવશે. એટલા માટે ગૂગલ (Google)તેના યુઝર્સ માટે હંમેશા કંઈક નવું લઈને આવે છે. ગૂગલે વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ગૂગલ મીટ(Google Meet)માં એક નવું ફીચર રજૂ કર્યું છે. આ સાથે, જો યુઝર્સ મીટિંગ છોડવાનું ભૂલી જાય છે, તો તેમને સ્ક્રીન પર રિમાઇન્ડર દેખાશે. જો તમે મીટિંગ રૂમમાં એકમાત્ર સભ્ય છો તો આવું થશે.

ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે જો યુઝર મીટિંગમાં એકલા રહે છે અને ‘Leave’ કર્યું નથી, તો પાંચ મિનિટ પછી તે સ્ક્રીન પર એક પ્રોમ્પ્ટ જોશે, જે યુઝર્સને પૂછશે કે શું તેઓ મીટિંગ રૂમમાં રહેવા માગે છે કે તેને છોડી દે છે. જો આગામી બે મિનિટ માટે વપરાશકર્તા તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળે, તો તે આપમેળે મીટિંગમાંથી નીકળી જશે.

ડિસેબલ કરી શકો છો નવું ફિચર

જો તમે આ નવા ફિચરનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે તેને ડિસેબલ કરી શકો છો. આ માટે, PC પર ‘More Option’વિકલ્પ પર ટેપ કરો અને સેટિંગ્સ અને પછી જનરલ સેક્શનમાં જાઓ. અહીં, ‘લીવ એમ્પ્ટી કોલ્સ’ બટનની સામે દર્શાવેલ ડાયલ બંધ કરો. બીજી તરફ, જો આપણે મોબાઈલ વિશે વાત કરીએ, તો વપરાશકર્તાઓ સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ પસંદ કર્યા પછી આ સેટિંગ્સને બદલી શકશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ યુઝર્સને મળશે આ ફિચર

Google એ કહ્યું છે કે આ સુવિધા Google Workspace ગ્રાહકો, G-Sweet Basic, બિઝનેસ કસ્ટમર્સ અને પર્સનલ Google એકાઉન્ટ્સ સાથે ડેસ્કટોપ અને iOS ડિવાઈસ પર Google Meetનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે.

ગૂગલ ધીમે ધીમે 11 એપ્રિલથી “લીવ એમ્પટી કોલ્સ” ફિચરને શરૂ કરશે, અને તમામ ડેસ્કટોપ અને iOS વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં 15 દિવસનો સમય લાગશે. ટૂંક સમયમાં તે એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ ફ્રીમાં મેળવી શકશે હેલ્થ સંબંધિત સવાલોના જવાબ અને ડેઈલી હેલ્થ ટિપ્સ, કંપનીએ રજુ કર્યું નવું ચેટબોટ

આ પણ વાંચો: Tech Tips : Instagram પર મેળવવા માંગો છો બ્લૂ ટિક ? આ ટ્રિક આવશે કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article