Tech News : Vivo X300 Ultra લોન્ચ, 200MP ડ્યુઅલ કેમેરા સાથેનો પાવરફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન

Vivo X300 Ultra લોન્ચ સાથે સ્માર્ટફોન માર્કેટમાં નવી સ્પર્ધા શરૂ થઈ, 200MP ડ્યુઅલ કેમેરા, પાવરફુલ પ્રોસેસર અને પ્રીમિયમ ફીચર્સ સાથે આ ડિવાઇસ ફોટોગ્રાફી અને ગેમિંગ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

Tech News : Vivo X300 Ultra લોન્ચ, 200MP ડ્યુઅલ કેમેરા સાથેનો પાવરફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન
Image Credit source: social media
| Edited By: | Updated on: Mar 31, 2026 | 12:45 PM

સ્માર્ટફોન માર્કેટમાં ફરી એકવાર પ્રીમિયમ સેગમેન્ટમાં હલચલ મચી ગઈ છે, કારણ કે Vivoએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X300 Ultra લોન્ચ કર્યો છે. આ ફોન ખાસ કરીને તેઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ મોબાઇલ ફોટોગ્રાફી, ગેમિંગ અને હાઈ-એન્ડ પરફોર્મન્સનો અનુભવ મેળવવા માંગે છે. પ્રીમિયમ ડિઝાઇન, શક્તિશાળી પ્રોસેસર અને અદ્યતન કેમેરા સિસ્ટમ સાથે આ ફોન બજારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

200MP ડ્યુઅલ કેમેરા સાથે પ્રોફેશનલ ફોટોગ્રાફી અનુભવ

Vivo X300 Ultraની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં Zeiss સાથે મળીને બનાવવામાં આવેલ 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 200 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ પણ આપવામાં આવ્યો છે.

ટેલિફોટો કેમેરા 3.7x ઓપ્ટિકલ ઝૂમ અને 100xથી વધુ ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે, જેના કારણે દૂરના વિષયોને પણ ખૂબ સ્પષ્ટ રીતે કૅપ્ચર કરી શકાય છે. તમામ કેમેરામાં OIS સપોર્ટ છે, જેથી ફોટો અને વીડિયો વધુ સ્ટેબલ રહે છે. આ ફોન 8K વીડિયો રેકોર્ડિંગ સુધી સપોર્ટ કરે છે, જે તેને પ્રોફેશનલ લેવલ પર લઈ જાય છે. સેલ્ફી માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

પાવરફુલ પ્રોસેસર અને સ્મૂથ પરફોર્મન્સ

આ સ્માર્ટફોનમાં Qualcommનો લેટેસ્ટ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યો છે, જે 3nm ટેક્નોલોજી પર આધારિત છે. તેની સાથે Adreno 840 GPU અને Vivoની VS1+ ઇમેજિંગ ચિપ પણ આપવામાં આવી છે, જે ગેમિંગ અને કેમેરા પરફોર્મન્સને વધુ મજબૂત બનાવે છે.

ફોન Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે, જે યુઝર્સને સ્મૂથ અને ફાસ્ટ અનુભવ આપે છે. હાઈ-એન્ડ ગેમિંગથી લઈને મલ્ટીટાસ્કિંગ સુધી, આ ડિવાઇસ દરેક કામમાં શક્તિશાળી સાબિત થાય છે.

ડિસ્પ્લે અને ડિઝાઇનમાં પ્રીમિયમ અનુભવ

Vivo X300 Ultraમાં 6.82 ઇંચનું 2K AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ડિસ્પ્લે HDR સપોર્ટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે વધુ સ્મૂથ અને રિસ્પોન્સિવ અનુભવ આપે છે. વીડિયો જોવા, ગેમ રમવા અને સ્ક્રોલિંગ માટે આ ડિસ્પ્લે ખૂબ જ શાનદાર છે.

બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

આ સ્માર્ટફોનમાં 6600mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે લાંબા સમય સુધી ચાલે છે. સાથે જ 100W વાયદ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. રિવર્સ ચાર્જિંગ ફીચર દ્વારા તમે બીજા ડિવાઇસને પણ ચાર્જ કરી શકો છો.

કનેક્ટિવિટી અને સિક્યોરિટી ફીચર્સ

ફોનમાં 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC અને USB Type-C જેવા આધુનિક કનેક્ટિવિટી વિકલ્પો આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે 3D અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સુવિધા પણ આપવામાં આવી છે.

કીમત અને વેરિઅન્ટ્સ

Vivo X300 Ultra ચાઈના માર્કેટમાં વિવિધ વેરિઅન્ટ્સમાં લોન્ચ થયો છે. તેની શરૂઆતની કિંમત આશરે ₹95,900 થી શરૂ થાય છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹1.23 લાખ સુધી જાય છે. અલગ-અલગ RAM અને સ્ટોરેજ વિકલ્પો સાથે યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ પસંદગી કરી શકે છે.

Vivo X300 Ultra એક સંપૂર્ણ ફ્લેગશિપ સ્માર્ટફોન છે, જે કેમેરા, પરફોર્મન્સ અને બેટરી all in one પેકેજ તરીકે સામે આવે છે. ખાસ કરીને ફોટોગ્રાફી અને ગેમિંગના શોખીનો માટે આ ફોન એક પ્રીમિયમ વિકલ્પ બની શકે છે. જો તમે હાઈ-એન્ડ ફીચર્સ સાથેનો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો આ ડિવાઇસ ચોક્કસપણે ધ્યાનમાં લેવા જેવો છે.

Tech News : આ અઠવાડિયે લોન્ચ થશે 3 નવા સ્માર્ટફોન, ખરીદી કરતા પહેલા જરૂર જાણો આ વિગત

Follow Us