સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)બાદ હવે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk)નું વધુ એક ટ્વિટ ચર્ચાનો વિષય બની રહ્યું છે. ખરેખર, એલોન મસ્કે કોકા કોલા (Coca Cola) ખરીદવા અંગે ટ્વિટ કર્યું છે. એલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેઓ એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે. એલોન મસ્કએ ગુરુવારે કહ્યું છે કે તે આગામી વખતે કોકા-કોલા ખરીદશે. તેણે ટ્વીટ કર્યું, ‘હવે હું કોકા કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેથી હું તેમાં કોકેઈન (Cocaine) નાખી શકુ.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
સ્ક્રીન શૉટ શેર કરતાં તેણે લખ્યું, સાંભળો, હું ચમત્કાર કરી શકતો નથી.
Listen, I can’t do miracles ok pic.twitter.com/z7dvLMUXy8
— Elon Musk (@elonmusk) April 28, 2022
એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ખરીદવા માટે 44 બિલિયન ડોલર (આશરે રૂ. 3368 અરબ રૂપિયા) ખર્ચ્યા. ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્કે કહ્યું કે, કોઈપણ લોકશાહી માટે કામ કરવા માટે ફ્રી સ્પીચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Twitter એ એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભવિષ્યની ચર્ચા થાય છે.
તેને આગળ કહ્યું કે તે ટ્વિટરને નવા ફીચર્સ સાથે વધુ સારું બનાવવા માંગે છે. તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે તે તેના અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માંગે છે. આ પહેલા એલોન મસ્કે ટ્વિટ કર્યું હતું કે, ટ્વિટર ડાયરેક્ટ મેસેજમાં સિગ્નલની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ. જેથી કરીને કોઈ તમારા મેસેજની જાસૂસી કે હેક ન કરી શકે.
કોકા કોલા કંપનીની સ્થાપના મે 1886 માં અમેરિકાના જ્યોર્જિયામાં કરવામાં આવી હતી. તે જ્હોન પેમ્બર્ટન (John Pemberton)દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેને 1887માં આસા ગ્રિગ્સ કૈંડલર (Asa Griggs Candler)દ્વારા 2300 ડોલરમાં ખરીદવામાં આવી હતી.
આજે કોકા-કોલા કંપની 200 થી વધુ દેશોમાં હાજર છે. વિશ્વભરમાં 900 થી વધુ પ્લાન્ટ છે. એટલું જ નહીં કંપનીમાં 7 લાખ કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર, કોકા-કોલાની કુલ નેટવર્થ 19.80 લાખ કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: WhatsApp યુઝર્સ પર થશે પૈસાનો વરસાદ, બસ કરવું પડશે આ કામ, જાણો કેવી રીતે મળશે Reward
આ પણ વાંચો: Viral: 40 ડીગ્રી તાપમાન પહોંચ્યુ તો મહિલાએ બોનેટ પર શેકી રોટલી, લોકોએ કહ્યું ‘આઈડિયા સારો છે’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 10:52 am, Thu, 28 April 22