ક્રોમ બ્રાઉઝરની મદદથી યુઝર્સ માત્ર પૈસા જ બચાવી શકે છે એટલું જ નહીં બેટરી સેવિંગ (battery saving tips ) પણ કરી શકે છે. આ માટે અલગથી કોઈ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે, પરંતુ કોમ્પ્યુટર કે લેપટોપમાં હાજર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી, ત્યાર બાદ સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે.
Chrome Browser
Image Credit source: Google.Com/
Follow us on
ક્રોમ બ્રાઉઝર (Chrome Browser) નો યુઝરબેઝ લગભગ 62 ટકા છે અને તેની લોકપ્રિયતા પણ કોઈનાથી છુપાયેલી નથી. તેમ છતાં, આપણે તેની અડધી સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકતા નથી. જણાવી દઈએ કે ક્રોમ બ્રાઉઝરની મદદથી યુઝર્સ માત્ર પૈસા જ બચાવી શકે છે એટલું જ નહીં બેટરી સેવિંગ (Battery Saving Tips ) પણ કરી શકે છે. આ માટે અલગથી કોઈ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે, પરંતુ કોમ્પ્યુટર કે લેપટોપમાં હાજર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી, ત્યાર બાદ સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે.
ક્રોમ બ્રાઉઝરની મદદથી પૈસા બચાવવા માટે, યુઝર્સે તેમના ડેટાનો વપરાશ ઓછો કરવો પડશે, તેના માટે યુઝર્સે ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં જવું પડશે, જેના માટે જમણી બાજુના ટોપ પર થ્રી-ડોટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી લાઇટ મોડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, આ વિકલ્પ ફક્ત મોબાઇલમાં જ ઉપલબ્ધ છે.
તમે ક્રોમ બ્રાઉઝરમાં મનપસંદ સર્ચ એન્જિન સેટ કરી શકો છો અને પછી સેટિંગ્સમાં જઈને સર્ચ એન્જિન વિકલ્પ પર ક્લિક કરો, ત્યારપછી તમે ગૂગલ સિવાય તમને જે જોઈએ તે પસંદ કરી શકો છો. તેમાં Binge અને Yahoo જેવા વિકલ્પો છે.
ક્રોમ બ્રાઉઝરમાં યુઝર્સની સુવિધા માટે પાસવર્ડ સેવ કરવાનો વિકલ્પ છે. જો તમે સેવ કરેલા પાસવર્ડને રિમૂવ કરવા માંગો છો તો કોમ્પ્યુટર પર ક્રોમ બ્રાઉઝરના સેટિંગમાં જઈને ડાબી બાજુએ ઓટોફિલનો ઓપ્શન સિલેક્ટ કરો અને ત્યાં સેવ થયેલા પાસવર્ડને ડિલીટ કરો.
ક્રોમ બ્રાઉઝરમાં યુઝર્સ પોતાની સુવિધા અનુસાર ભાષા પણ બદલી શકે છે. આ માટે તમારે સેટિંગ્સમાં જઈને ભાષા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારી મનપસંદ સિલેક્ટ કરો અને તેને સેવ કરો.