
વર્ષ 2025 માં ટેક ઉદ્યોગમાં છટણીનો દોર ચાલી રહ્યો છે. Layoffs.fyi ના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 218 કંપનીમાં 1,00,000 થી વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. સિલિકોન વેલીથી બેંગલુરુ સુધી, મોટી ટેક કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ સર્વિસ અને પ્રોફિટેબિલિટી પર ફોકસ કરી રહી છે.
Intel માં સૌથી મોટી છટણી થઈ છે, જેમાં 24,000 કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી દીધી છે, જે આના ગ્લોબલ વર્કફોર્સના લગભગ 22% ની આસપાસ છે. અમેરિકા, જર્મની, કોસ્ટા રિકા અને પોલેન્ડના કેન્દ્રો પર છટણી કરવામાં આવી છે. હરીફ Nvidia અને AMD થી સ્પર્ધામાં પાછળ પડ્યા બાદ કંપની ફરીથી પુનર્ગઠન (Reorganization) કરી રહી છે.
એમેઝોને ઓપરેશન્સ, એચઆર અને ક્લાઉડ યુનિટ્સ સહિત વિવિધ વિભાગોમાંથી આશરે 14,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. સીઈઓ એન્ડી જેસીએ આને એમેઝોનને વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપની જેમ ચલાવવાની વ્યૂહરચના તરીકે વર્ણવ્યું, જેનાથી કંપની તેના એઆઈ રોકાણ પર વધુ ફોકસ કરી શકશે.
માઇક્રોસોફ્ટે આ વર્ષે લગભગ 9,000 કર્મચારીઓને છૂટા કર્યા છે, મુખ્યત્વે તેના પ્રોડક્ટ અને સોફ્ટવેર વિભાગમાંથી, જેથી તે AI અને ક્લાઉડ ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. Google અને Meta એ પણ તેમના Android, હાર્ડવેર અને AI ટીમોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડેલી છે, જેથી ખર્ચનું ઑપ્ટિમાઇઝેશન અને સમાન ભૂમિકાઓનું સંકલન કરી શકાય. ઓરેકલે તેની યુએસ ઓફિસમાંથી ઘણી નોકરીઓ પણ કાઢી નાખી છે, કારણ કે કંપની ઝડપથી AI-આધારિત ક્લાઉડ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહી છે.
ભારતની સૌથી મોટી આઇટી કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (ટીસીએસ) જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં આશરે 20,000 નોકરીઓ ઘટાડી, જે તેના ઇતિહાસમાં સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો છે. કંપનીએ AI આધારિત પુનર્ગઠન અને સ્કિલ ગેપને તેનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
આ વર્ષ 2022 પછી TCSની પહેલી મોટી વર્કફોર્સ કટોકટી છે. બીજી ભારતીય IT કંપનીઓ પણ ભરતી કરવામાં સાવધાની રાખી રહી છે, કારણ કે ઓટોમેશન મિડ લેવલના હોદ્દાઓ પર Human Resources ની જરૂરિયાત ઘટાડી રહ્યું છે.
છટણી ફક્ત ટેક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. UPS તેના ઇતિહાસની સૌથી મોટી વર્કફોર્સ કટોકટી કરી રહી છે, જેમાં 48,000 કર્મચારીઓને કામ પરથી હટાવવામાં આવી રહ્યા છે. ફોર્ડ તેના ઇલેક્ટ્રિક વાહન વિભાગને સુધારવા માટે 8,000 થી 13,000 નોકરીઓ ઘટાડી રહ્યું છે.
AI ટેકનોલોજી અપનાવવાને કારણે PwC એ તેના ટેક્સ અને ઓડિટ વિભાગમાં 5,600 નોકરીઓ ઘટાડી છે. મીડિયા કંપની પેરામાઉન્ટ ગ્લોબલે પણ 2,000 કર્મચારીઓની છટણી કરી છે, કારણ કે સ્ટ્રીમિંગ નુકસાન અને જાહેરાત આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.