Form-16 : આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ પગારદાર કરદાતાઓને તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મળવાનું શરૂ થઇ ગયું હશે. આ વખતે કંપનીઓ તેમના કર્મચારીઓને 15 જૂનથી ફોર્મ-16 આપવાનું શરૂ કરે છે. જે કરદાતાઓ પગારદાર છે તેમના માટે ફોર્મ-16(ITR Form 16) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ(ITR Filing) કરવાનું ઝંઝટ મુક્ત બનાવે છે. આ અહેવાલમાં અમે તમને ફોર્મ-16 અંગે અગત્યની માહિતી જણાવી રહ્યા છે.
રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ફોર્મ-16 ખુબ અગત્યનો દસ્તાવેજ છે. તેમાં કર્મચારીને આપવામાં આવેલ પગાર, કર્મચારી દ્વારા દાવો કરાયેલી કપાત અને એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલ TDS એટલે કે સ્ત્રોત પર કર કપાતની માહિતી શામેલ છે. આવકવેરા કાયદાની કલમ 203 હેઠળ, કંપનીઓ માટે તેમના કર્મચારીઓને ફોર્મ-16 આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં તેમની આવક પર કાપવામાં આવેલા TDSની સંપૂર્ણ વિગતો હોય છે.
હવે જ્યારે કંપનીઓ આજથી ફોર્મ-16 આપવાનું શરૂ કરશે ત્યારે શક્ય છે કે તમને તે પણ જલ્દી મળી જશે. ફોર્મ-16 તમને મળે પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં સમય વેડફવો જોઈએ નહીં. આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ દંડ કે કાયદાના ભાગની કાર્યવાહી વિના 31મી જુલાઈ 2023 સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. સમયમર્યાદા પૂર્ણ રાહ જોવી યોગ્ય ગણાશે નહિ કારણ કે છેલ્લા દિવસોમાં પોર્ટલ પર ટ્રાફિક વધવાને કારણે સમસ્યાઓ ઊભી થતી હોય છે.
Published On - 11:43 am, Thu, 22 June 23