ભારતીય ક્રિકેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ઘણી મુશ્કેલીઓ છતાં ક્રિકેટમાં મોટું નામ કમાવ્યું છે.નાનપણમાં બુમરાહ (
Jasprit Bumrah )સ્કૂલેથી પાછા ફર્યા બાદ તેના ઘરની ટેરેસ પર બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો. જેથી અવાજ ઓછો ન થાય અને માતા ગુસ્સે ન થાય.બુમરાહે તેની કારકિર્દીની શરૂઆત પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષથી ભરેલા જીવન વિશે જણાવ્યું હતુ.
જસપ્રીત બુમરાહ વિશ્વના ફાસ્ટ બોલરોમાંથી એક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું. બુમરાહે બાળપણમાં જ પિતાને ગુમાવી દીધા હતા. તેના પિતાના મૃત્યુ પછી તેની માતા દલજીત અને મોટી બહેને તેની સંભાળ લીધી હતી.
“Talent can come from anywhere and reach the pinnacle of success.”
Watch the transformational journey of @Jaspritbumrah93 from a rookie to a world-beater #OneFamily #CricketMeriJaan #LeaderInSport #LeadersWeek #NitaAmbani @ril_foundation pic.twitter.com/hFUqvQnHSv
— Mumbai Indians (@mipaltan) October 9, 2019
(source : Mumbai Indians)
બુમરાહે કહ્યું કે એક સમય હતો જ્યારે તેની પાસે માત્ર એક જોડી ટી-શર્ટ અને એક બુટ હતા. આ બોલરે ભારતીય ટીમનો સ્ટાર પેસર બનતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો છે. તે માત્ર 5 વર્ષનો હતો જ્યારે તેના પિતાનું અવસાન થયું. અને તે પછી તેના પરિવારને પણ આર્થિક રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS : વર્લ્ડકપ પહેલા ભારતીય બોલરોની ખરાબ રીતે પીટાઈ, સ્પિનરોએ આપ્યા 150 રન
દલજીત કહે છે, ‘જ્યારે મેં જસપ્રીતને પહેલીવાર ટીવી પર IPL રમતા જોયો ત્યારે હું મારા આંસુ રોકી શકી નહીં. તેણે મને આર્થિક અને શારીરિક રીતે સંઘર્ષ કરતા જોઈ છે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે દિવસ દરમિયાન ગ્લેન મેક્સવેલને રાતે તારા દેખાડ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ બે વનડે મેચમાંથી બહાર રહેલા મેક્સવેલે શાનદાર યોર્કર ફેંક્યું હતું. બુમરાહનું આ યોર્કર એટલું શાનદાર હતું કે ગ્લેન મેક્સવેલને જરા પણ રિકવર થવાની તક મળી ન હતી. ગ્લેન મેક્સવેલ 7 બોલમાં માત્ર 5 રન બનાવી શક્યો હતો.