BWF World Championship: ડેનમાર્કના કોપનહેગનમાં સોમવારથી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુ, યુવા સ્ટાર્સ લક્ષ્ય સેન, શાનદાર ફોર્મમાં ચાલી રહેલા એચ.એસ. પ્રણોય, કિદામ્બી શ્રીકાંત ભાગ લઈ રહ્યા છે પરંતુ તમામ ધ્યાન પુરૂષોની ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (Chirag Shetty-Satwiksairaj Rankireddy) પર રહેશે જે આ સમયે સારા ફોર્મમાં છે. આ વર્ષે તે બંને સખત ધમાલ મચાવી રહ્યા છે અને જો તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતે તો નવાઈ નહીં.
પ્રણોય પણ શાનદાર ફોર્મમાં છે અને તેથી તે મેડલના દાવેદાર તરીકે પણ ઉભરી આવશે. યુવા ખેલાડી લક્ષ્ય સેને 2021માં મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા અને આ વખતે પણ તે મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. સિંધુ ભલે સારા ફોર્મમાં નથી, પરંતુ તે આ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ પાંચ મેડલ વિજેતા છે, તેથી તેને હળવાશથી લઈ શકાય નહીં. કોઈપણ રીતે, સિંધુ મોટી ટૂર્નામેન્ટની સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચી શકે છે.
આ પણ વાંચો : IND vs IRE : ભારતે આયર્લેન્ડને બીજી T20માં 33 રને હરાવી સિરીઝ કબ્જે કરી
સાત્વિક -ચિરાગ હાલમાં વિશ્વની નંબર- 2 જોડી છે. તેમણે વર્ષ 2023 સુધી ઈન્ડોનેશિયા ઓપન, એશિયા ચેમ્પિયનશિપ, સ્વિસ ઓપન અને કોરિયા ઓપન ખિતાબ પોતાને નામ કર્યો છે. તેને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી. જ્યારે બીજા રાઉન્ડમાં તેનો પડકાર સામે થયો છે. આ બંન્ને ગત્ત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2022માં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો આ વખતે આ જોડી પોતાના મેડલનો રંગ બદલવા માંગશે. બંન્ને પાસે ખુબ આશા છે.
આ ચેમ્પિયનશિપમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો પ્રથમ મેડલ પ્રકાશ પાદુકોણે અપાવ્યો હતો. તેમણે 1993માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 1977થી શરુ થયેલી આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ભારતે અત્યારસુધી આ ચેમ્પિયનશિપમાં કુલ 13 મેડલ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ , 4 સિલ્વર, 8 બ્રોન્ઝ મેડલ સામેલ છે. સિંધુ, શ્રીકાંત, લક્ષ્ય સેન, પ્રકાશ પાદુકોણ, સાત્વિક અને ચિરાગ સિવાય લંડન ઓલ્મિપિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ,સાયના પણ આ ચેમ્પિયનશિપમાં 2 મેડલ પોતાને નામ કર્યા છે.
2015માં તેમણે સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બી સાંઈ પ્રણિત 2019માં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. વિમન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને જ્વલ્લા ગુટ્ટાએ 2011માં બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યા હતા.