IND vs NZ: ન્યૂઝીલેન્ડની ટીમમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, સચિન અને દ્રવિડ સાથે નામનું કનેક્શન, જાણો કોણ છે રચિન રવિન્દ્ર

|

Nov 18, 2021 | 7:33 PM

ન્યુઝીલેન્ડે ભારતીય ટીમ સામે ટી20 સીરીઝની પ્રથમ મેચમાં રચિન રવીન્દ્રનો પરિચય કરાવ્યો હતો. બુધવારે જયપુરમાં રમાયેલી આ મેચમાં તે 7 રનથી વધારે રન કરી શક્યો નહોતો, પરંતુ તે પોતાના નામને લઈને ચર્ચામાં છે.

IND vs NZ: ન્યૂઝીલેન્ડની ટીમમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, સચિન અને દ્રવિડ સાથે નામનું કનેક્શન, જાણો કોણ છે રચિન રવિન્દ્ર
Rachin Ravindra

Follow us on

IND vs NZ: ન્યુઝીલેન્ડે ભારતીય ટીમ સામે ટી20 સીરીઝ (T20 series)ની પ્રથમ મેચમાં રચિન રવિન્દ્ર (Rachin Ravindra)નો પરિચય કરાવ્યો હતો. તેના નામને લઈને તે ચર્ચામાં છે. વેલિંગ્ટનમાં જન્મેલા 22 વર્ષીય ક્રિકેટર રચિન રવીન્દ્રનું ભારતીય કનેક્શન ઘણું રસપ્રદ છે. રચિનનું ભારતના દિગ્ગજ ખેલાડીઓ સાથે ‘નામ કનેક્શન’ છે. ભારતીય મૂળના લેગ-સ્પિનર ​​ઈશ સોઢી વર્તમાન ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (New Zealand Cricket)માં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે.

 

ન્યુઝીલેન્ડની ટીમ જયપુરમાં ભારત સામે T20 સીરીઝ (T20 series)ની પ્રથમ મેચ રમી રહી છે. આવી સ્થિતિમાં તેની સાથે રચિન રવીન્દ્ર નામનો ખેલાડી પણ છે અને તેના નામ પાછળ પણ એક રહસ્ય છે. તેનું નામ બે દિગ્ગજ ભારતીય ખેલાડી (Indian player)ઓના નામ પરથી લેવામાં આવ્યું છે. રચિન રવિન્દ્ર (Rachin Ravindra)ની આગળનું નામ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી રાહુલ દ્રવિડ (Rahul Dravid)અને પછી સચિન પરથી લેવામાં આવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

રચિનના પિતાને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો અને તેણે વેલિંગ્ટનમાં પોતાની ક્રિકેટ ક્લબ પણ શરૂ કરી હતી. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ચાહક એવા રચિનના પિતાએ આ ભારતીય દિગ્ગજોના નામના અક્ષરોને ભેળવીને તેમના પુત્રનું નામ ‘રચિન’ રાખ્યું હતું.

 

રવિન્દ્ર અગાઉ પણ ભારતની મુલાકાતે આવી ચૂક્યો છે, પરંતુ તે સમયે તે અંડર-19 ટીમ સાથે હતો. ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદર તે સમયે ભારત માટે અંડર-19માં રમતા હતા. રચિન રવિન્દ્રએ 2016માં ભારતની મુલાકાત લીધી હતી. આવી સ્થિતિમાં હવે તે ફરી એકવાર આવી ગયો છે, પરંતુ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે પાંચ વર્ષ પછી ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમ સાથે આવ્યો છે.

 

જયપુર ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ બાદમાં ટીમ ઈન્ડિયાએ પણ પોતાની શાનદાર બોલિંગથી ધમાકેદાર વાપસી કરી હતી. કિવી ટીમ તરફથી માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 70 રન બનાવીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડે 164 રન બનાવ્યા હતા, આ સ્કોર વધુ ઉંચો જવાનો હતો પરંતુ ભારતીય બોલરોએ તેને રોક્યો હતો.

 

રવિચંદ્રન (Rachin Ravindra) અશ્વિન અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડની ટીમ સામે રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ તેને સાચું સાબિત કર્યું, પરંતુ બાદમાં કિવી બેટ્સમેનોએ પણ જોરદાર બેટિંગનું પ્રદર્શન કર્યું.

 

 

આ પણ વાંચો : Rajnath Sinh Ladakh Visit: રેઝાંગ લા યુદ્ધના શહીદોની યાદમાં બનાવાયુ સ્મારક, રાજનાથ સિંહે કહ્યુ, ”સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ”

 

Next Article