BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે

|

Sep 13, 2021 | 2:50 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે અહેવાલને ફગાવી દીધો છે, જે રોહિત શર્માને (Rohit Sharma) વિરાટ (Virat Kohli)ની જગ્યાએ ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20 ટીમના કેપ્ટન બનાવવાનો દાવો કરતો હતો.

BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે
Virat Kohli

Follow us on

BCCI : ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી (Virat Kohli) વનડે અને ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાના છે તેવા સમાચારના થોડા કલાકો બાદ જ બીસીસીઆઈએ આગળ વધીને તેને સીધો જ નકારી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે અહેવાલને ફગાવી દીધો છે, જે રોહિત શર્માને (Rohit Sharma) વિરાટ (Virat Kohli)ની જગ્યાએ ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20 ટીમના કેપ્ટન બનાવવાનો દાવો કરતો હતો.

બોર્ડના ખજાનચી અરુણ ધૂમલે સોમવારે તે અહેવાલને પાયા વિહોણો ગણાવ્યો અને કહ્યું કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) કેપ્ટનશીપ છોડવાના સમાચાર ખોટા છે. ભારતીય ક્રિકેટ (Indian cricket)માં આવું કશું થવાનું નથી.

બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે રમત જગત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ બધી મીડિયાની બનાવેલી વસ્તુઓ છે. બોર્ડે વિભાજિત કેપ્ટનશીપ અંગે ન તો ચર્ચા કરી છે અને ન તો વિચાર્યું છે. સત્ય એ છે કે, વિરાટ કોહલી (Virat Kohli) તમામ ફોર્મેટમાં કેપ્ટન રહેશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અગાઉનો અહેવાલ શું હતો?

જો કે, અગાઉ બહાર આવેલા અહેવાલ મુજબ, વિરાટ કોહલી (Virat Kohli) ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ક્રિકેટના ટૂંકા ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો હતો. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો હતા. ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી પોતે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેશે.

સૂત્રોએ જણાવ્યું કે, વિરાટ, જે હાલમાં તમામ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, તેણે રોહિત સાથે તેના નેતૃત્વની જવાબદારી વહેંચવાનો નિર્ણય કર્યો છે. તે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, BCCI (Board of Control for Cricket in India)ના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક પણ તે સંદર્ભમાં યોજાઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ ગુમાવ્યા બાદથી આ અંગે વિચાર કરી રહ્યું છે.

વિરાટ હશે કેપ્ટન – BCCI

જોકે, હવે અરુણ ધૂમલે સ્પષ્ટ કરી દીધું છે કે, બોર્ડની આવી કોઈ બેઠક યોજાઈ ન હતી. તેમજ અલગ ફોર્મેટ માટે ક્યારેય અલગ કેપ્ટન વિશે કોઈ ચર્ચા થઈ નથી. બોર્ડ માટે વિરાટ કોહલી (Virat Kohli) તમામ ફોર્મેટના કેપ્ટન છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ, 95 વનડે અને 45 ટી 20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેણે 38 ટેસ્ટ જીતી છે, 65 વનડે જીતી છે અને 29 ટી 20 મેચ જીતી છે.

 

આ પણ વાંચો : Health Tips : ડેન્ગ્યુ તાવથી બચવા માટે આ વસ્તુઓ ખોરાકમાં સામેલ કરો, પ્લેટલેટ્સ વધારવામાં કરશે મદદ

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Next Article