
ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરુ થઈ રહ્યો છે. આ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. તે છે વિરાટ કોહલીને લઈને જેમણે આ પ્રવાસ પર ટી 20 ઈન્ટરનેશનલ અને વન ડે રમવાની ના પાડી દીધી છે. રિપોર્ટ છે કે, વિરાટ કોહલીએ પોતાના આ નિર્ણય વિશે બીસીસીઆઈને પણ જણાવ્યું છે, તમને જણાવી દઈએ કે, ભારતને સાઉથ આફ્રિકા પ્રવાસ પર કુલ 8 મેચ રમવાની છે જેમાં 3 20 અને 3 વનડે સિવાય 2 ટેસ્ટ મેચ હશે.
હજુ સ્પષ્ટ થયું નથી કે, વિરાટ કોહલી સાઉથ આફ્રિકા પ્રવાસ પર વનડે અને ટી 20 નહિ રમશે. તેની પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તે ટેસ્ટ સિરીઝમાં રમશે? આ સવાલ પર હજુ સસ્પેન્સ બાકી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ વિરાટ સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાનારી 2 ટેસ્ટ મેચ રમી શકે છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી હજુ થઈ નથી. અજીત અગરકરની આગેવાની વાળી સિલેક્શન કમિટી ટુંક સમયમાં જ આને લઈ બેઠક કરશે. આ બેઠક પહેલા ઈન્ડિયન એક્સપ્રેસે સિલેક્શન કમિટી સાથે જોડાયેલા સુત્રોના હવાલે કહ્યું કે, કોહલીએ બીસીસીઆઈ અને સિલેક્ટર્સને એ જણાવ્યું કે, તે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લેવા માંગે છે.
સુત્રોના જણાવ્યા મુજબ હજુ એ સ્પષ્ટ થયું નથી કે, તે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમી શકે છે.
વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહી ચૂક્યો છે. તેમણે 11 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા હતા. કોહલી હાલમાં લંડનમાં રજાઓ માણી રહ્યો છે. આ પહેલા તેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતને 2 ટેસ્ટ સિરીઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરમાં સેન્ચુરિયનમાં રમાશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024માં કેપટાઉનમાં રમાશે.
આ પણ વાંચો : આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ
Published On - 11:30 am, Wed, 29 November 23