T20 world cup : લાંબા સમય પહેલા જેનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તે હવે થવાનું છે. એક સમચાર પત્ર અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) વનડે અને ટી 20 ની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટી 20 વર્લ્ડ કપ પછી આ જોઈ શકાય છે. અહેવાલ છે કે, વિરાટની જગ્યાએ રોહિત (Rohit Sharma)ને ટૂંકા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે.
અહેવાલ મુજબ, ટૂંક સમયમાં વિરાટ કોહલી (Virat Kohli)ની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma)ને વનડે અને ટી 20 ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે પણ રોહિતને તક મળી છે, તેણે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી છે. તે IPL નો સૌથી સફળ કેપ્ટન પણ છે. ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળતા પહેલા રોહિત IPL 2021માં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
ખાનગી સમચાર પત્રએ બીસીસીઆઈ (Board of Control for Cricket in India)ના સૂત્રોને ટાંકીને કહ્યું કે, ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી (Virat Kohli)પોતે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેશે. સૂત્રોએ જણાવ્યું કે, વિરાટ, જે હાલમાં તમામ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, તેણે રોહિત સાથે તેના નેતૃત્વની જવાબદારી વહેંચવાનો નિર્ણય કર્યો છે.
થોડા દિવસો પહેલા પણ એક સમચારપત્રમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ અહેવાલ આપ્યો હતો કે વિરાટ કોહલી (Virat Kohli) રોહિત શર્મા (Rohit Sharma) માટે વનડે અને ટી 20 કેપ્ટનશિપ છોડી શકે છે. હવે તે બાબતોની પુષ્ટિ થઈ હોય તેવું લાગે છે. નવા અહેવાલ મુજબ કોહલી અને ટીમ મેનેજમેન્ટે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માને આપવાનું મન બનાવી લીધું છે.
વિરાટે નિર્ણય અંગે BCCI ને જાણ કરી – રિપોર્ટ
રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli)એ BCCI (Board of Control for Cricket in India)ને તેના નિર્ણયની જાણકારી આપી છે. અને, રોહિત શર્મા (Rohit Sharma)ને પણ આ અંગે સંકેત આપવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ, 95 વનડે અને 45 ટી 20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેણે 38 ટેસ્ટ જીતી છે, 65 વનડે જીતી છે અને 29 ટી 20 મેચ જીતી છે.
આ પણ વાંચો : PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે