Twitterના બાયોમાં છલકાયો વિરાટ કોહલીનો દીકરી પ્રેમ, જાણો શું લખ્યું

|

Jan 18, 2021 | 4:37 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ હાલમાં જ એક પુત્રીને જન્મ આપ્યો છે. તેના ક્રિકેટર પતિ કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી.

Twitterના બાયોમાં છલકાયો વિરાટ કોહલીનો દીકરી પ્રેમ, જાણો શું લખ્યું

Follow us on

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ હાલમાં જ એક પુત્રીને જન્મ આપ્યો છે. તેના ક્રિકેટર પતિ કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. વિરાટ અને અનુષ્કાના ફેન્સ આ દીકરીની તસ્વીર જોવા માટે તેમજ નામ જાણવા માટે આતુર બન્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાનો બાયો બદલી લીધો છે.

 

વિરાટનો દીકરી પ્રેમ

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વિરાટે ટ્વીટર પર બદલીને લખ્યું છે – A proud husband and father!

વિરાટ જે રીતે પત્ની અનુષ્કા પ્રત્યે પોતાની ભાવનાઓ પ્રગટ કરે છે, એ ફેન્સને ખુબ જ પસંદ આવે છે. વિરાટ હંમેશા અનુષ્કા સાથેની તસ્વીરો શેર કરતા રહેતા હોય છે. હવે દીકરી માટે પણ તેમનો પ્રેમ સોશિયલ મીડિયામાં દેખાવા લાગ્યો છે. વિરાટે ટ્વીટરનો બાયો બદલીને લખી દીધું છે કે ” A proud husband and father!”. વિરાટના ટ્વીટરના આ બાયોમાં પત્ની અને દીકરી માટે પ્રેમ છલકાય છે. દીકરીની તસ્વીર અને એની પ્રાઈવસી માટે વિરાટે થોડા દિવસ અગાઉ એક આઈડીયા અપનાવ્યો હતો. વિરાટે પેપરાઝીઓને ગીફ્ટ સાથે રીક્વેસ્ટ નોટ પણ મોકલી હતી. જેમાં લખ્યું હતું કે ‘અમને આશા છે કે તમે આમારી પ્ર્રાઈવસીને સમજશો.

 

વિરાટે દીકરીના જન્મના સમાચાર આપતી પોસ્ટમાં પણ ફેન્સને આવો જ અનુરોધ કર્યો હતો.

Published On - 4:05 pm, Mon, 18 January 21

Next Article