વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ રાખ્યું Akaay, જાણો શું છે આ નામનો અર્થ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે 'અકાય' રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ રાખ્યું Akaay, જાણો શું છે આ નામનો અર્થ
File Image
| Updated on: Feb 20, 2024 | 9:47 PM

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ફરી ખુશીઓ છવાઈ છે. અનુષ્કાએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેના ગુડ ન્યૂઝ તેમણે 20 ફેબ્રુઆરીએ ચાહકો સાથે શેર કર્યા છે. વામિકાના નાના ભાઈનું નામ ‘અકાય’ રાખવામાં આવ્યું છે. ત્યારે અમે તમને આ નામનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે ‘અકાય’ રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

Akaayનો અર્થ શું છે?

કદાચ તમે પણ જાણવા માગતા હશો કે અનુષ્કા-વિરાટના પુત્ર ‘Akaay’નો અસલી અર્થ શું છે ? ‘અકાય’ એટલે શરીર વિનાનું – એટલે કે નિરાકાર. એક રીતે, આ નામનો અર્થ ભગવાન છે. અકાયનો બીજો અર્થ પૂર્ણ ચંદ્રમા થાય છે.

લગ્નના 3 વર્ષ પછી દીકરી વામિકાનો જન્મ થયો હતો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા. અનુષ્કાએ લગ્નના 3 વર્ષ બાદ 2020માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. 2021માં અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકા નામ વિરાટ કોહલી અને અનુષ્કાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

Published On - 9:40 pm, Tue, 20 February 24